અમદાવાદમાં કર્ફ્યું હોવા છતાં લારી ગલ્લા શરુ….આ ભૂલ અમદાવાદને ભારે બહુ પડશે…

કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા બે દિવસનો કરફ્યૂ આપ્યો છે. જ્યારે કરફ્યૂ શુક્રવાર રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે. જ્યારે આજે વહેલી સવારે અમદાવાદમાં કરફ્યૂ વચ્ચે બેદરકારી જોવા મળી રહી છે. અમદાવાદમાં ગુરૂદ્વારા પાસે ચાની કિટલી પર લોકોની ભીડ જોવા મળી છે. કરફ્યૂ હોવા છતા ચાની કિટલી, પાન પાર્લર ખુલ્લા જોવા મળી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર સમગ્ર અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટતા બે દિવસીય કરફ્યૂ આપવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં કરફ્યૂને લઇને બેદરકારી સામે આવી છે. ગુરૂદ્વારા પાસે ચાની કિટલી ખુલ્લી હતી અને જ્યાં લોકોની ભીડ જોવા મળી છે. કરફ્યૂ હોવા છતા ચાની કિટલી, પાન પાર્લર પણ ખુલ્લા જોવા મળ્યા છે. જેને લઇને પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ છત્તા લોકો બેદરકારી બતાવી રહ્યા છે. હજુ પણ અનેક કિટલીઓ અને પાન પાર્લર પર લોકોની ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ અનેક જગ્યાઓ પર લોકોની ભીડ જોવા મળી હતી. કરફ્યૂ હોવા છતા પોલીસની કોઇ કામગીરી જોવા મળી રહી નથી. તો સવાલ ઉઠી રહ્યા છે કે સરકાર દ્વારા અપાયેલા કરફ્યૂને લઇને પોલીસ ભરનિંદ્રામાં છે કે શું ?

રાત્રી કરફ્યૂ તો લાલબત્તી છે,  ચેતો નહીં તો લોકડાઉન પણ આવી શકે

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. તેમાં ય અમદાવાદ શહેરમાં તે વકરી રહ્યો છે. સરકારી આંકડા ભલે આની ગવાહી ન પૂરતા હોય પરંતુ દરેક વ્યક્તિને તેની ખબર છે. તેની આસપાસમાં, સોસાયટી, ફ્લેટ, ચાલી, કોલોનીમાં, પરિચિતોમાં, સગાંમાં ‘કોરોના આવ્યો’ની સંખ્યા વધી રહી છે. આવામાં સરકારે અમદાવાદ શહેર સહિત ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ નાંખ્યો. ગુરૂવારે માત્ર અમદાવાદની જાહેરાત હતી. ત્યારથી મોટાભાગના લોકો એ જ ચર્ચા કરે છે કે, આ રાત્રિ કરફ્યુનો મતલબ શું? આનો તો કોઈ અર્થ નથી, કારણ કે, કોરોના કંઈ રાત્રે જ ફેલાતો હોય એવું થોડું છે?

આ સંવાદો ઘેર-ઘેર સંભળાય છે. આ વાત સાચી પણ છે. છતાં, સરકારે રાત્રિ કરફ્યુ નાંખ્યો તેની પાછળનો એક મહત્ત્વનો હેતુ લોકોને ચેતવવાનો હોય છે. શહેરવાસીઓને આ એક લાલબત્તી છે, કે કોરોનાનું સંક્રમણ અને તેની ગતિ, તેનું પ્રમાણ સહેજે હળવાશથી લેવા જેવું નથી. તહેવારોમાં થયું એ થયું, હવે સમજી જાવ. હજુ પણ કેસની સંખ્યા પર નિયંત્રણ નહીં આવે તો સરકાર પાસે લોકડાઉન સિવાય બીજો કોઈ જ રસ્તો નહીં રહે ! આ એક સ્પષ્ટ સંકેત આપવા રાત્રિ કરફ્યુનું પગલું ભરવામાં આવતું હોય છે.

લોકડાઉનના અત્યાર સુધીના અનુભવે એ શીખવ્યું છે કે, તેનાથી સંક્રમણ એટલા તબક્કા પુરતું થંભી જાય છે. પરંતુ તે હળવું બનાવાતા જ જો લોકો સભાન ન રહે તો સ્થિતિ વળી પાછી એટલી જ ગંભીર બની જાય છે. શીયાળો, પ્રદૂષણ અને વસતિની ગીચતા સંક્રમણની આગમાં તેલ રેડે છે. એટલે નિષ્ણાતો સરકારની સાથોસાથ દરેક નાગરિકની જવાબદારી પર પણ એટલો જ ભાર મુકે છે. દરેક વ્યક્તિ સભાન બની બિનજરૂરી બહાર ન નિકળે, નિયમો પાળે તે હવે વધુ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *