અમદાવાદ બાદ સુરત અને રાજકોટમાં પણ રાત્રી કર્ફ્યું જાહેર, બહાર નીકળતા પહેલા જાણી લો શું છે નિયમ…

સીએમની અધ્યક્ષતામાં મળેલી હાઈપાવર કમિટીની બેઠકમાં બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, રાજકોટ, સુરત અને વડોદરામાં શનિવારે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે.આ બેઠકમાં કોરોનાની સ્થિતીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ તેમણે જણાવ્યુ હતું કે, આજે રાતે 9 વાગ્યાથી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ લાગી રહ્યુ છે.

કરફ્યૂના અમલ અંગે પોલિસની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. અમદાવાદની સુરત વડોદરા અને રાજકોટમાં આગતોરા પગલા અને સાવચેતીના ભાગ રૂપે આ ત્રણેય શહેરોમાં કેસોમાં વધારો ન થયો હોવા છતાં દિવાળીના તહેવારોને લીધે વતન પરત આવી રહ્યા છે. લોકો બહાર ગયા હોય અને પરત આવે ત્યારે સંક્રમણ ન વધે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી. ગુજરાતમાં નવરાત્રિથી દિવાળી સુધી તહેવારોનો માહોલ હોય છે.

લોકો ફરવાના સ્થળે તેમજ ધાર્મિક સ્થાનોએ દર્શન કરવા જાય છે. લોકો બહાર નીકળ્યા હોય તેના કારણે 1 અઠવાડિયા સુધીજે સંક્રમણ વધવાની શક્યતા અગાઉથી રાજ્ય સરકારને હોઈ ખૂબજ ચૂસ્તતા પૂર્વક નિયંત્રણો રાખીને કેટલીક છૂટછાટોની માગણીઓને ધ્યાને ન લીધી અને મર્યાદિત છૂટ આપી આ સંક્રમણને રોકવામાં સફળતા મળી છે.

ગઈ કાલ કરતાં આજે 80 વધુ કેસ આવ્યા

ગઈકાલે ગુજરાતમાં 1340 હતી જે આજે રાજ્યમાં 1420 થઈ છે. ગઈ કાલ કરતાં આજે 80 વધુ કેસ આવ્યા છે.વ્યાપક પ્રકારે ટેસ્ટિંગ ચાલુ કર્યું. લોકો સ્વયંભૂ રીતે ટેસ્ટિંગમાં સાથ આપ્યો. દિવાળીના તહેવાર પર મોટી સંખ્યામાં લોકો પોતાના વતનમાં ગયા હતા જેને લઈને સંક્રમણ ન ફેલાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. નીતિન ભાઈએ જણાવ્યુ હતું કે, અમને અગાઉથી ખબર હતી કે, રાજ્યમાં કોરોનાની સ્થિતી વધુ ખરાબ થવાની છે, એટલે અમે તહેવારોમાં આપેલી છૂટના કારણે હવે વધુ કડક થવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે મળેલી બેઠકમાં અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટ શહેરની સ્થિતીને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે.

રાજ્યમાં તહેવારો દરમિયાન રસ્તાઓ પર લોકોની એકા-એક ભીડ ઉમટતા કોરોના સંક્રમણ રેકોર્ડબ્રેક ગતિએ આગળ વધ્યું છે. જેના કારણે રાજ્ય સરકારે અમદાવાદમાં શનિ-રવિ બે દિવસ એટલે કે, 60 કલાકનું કર્ફ્યૂ લાદી દીધુ છે. સાથે જ સરકારે રાજ્યના મોટા મહાનગર રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂની પણ જાહેરાત કરી છે. ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ યોજતા લોકડાઉન લંબાવવાના એંધાણ આપ્યા છે. કારણ કે, તેમણે કહ્યું છે કે, આગામી દિવસોમાં કોરોનાના કેસની સમીક્ષા કરીને આગળ વધુ નિર્ણય લેવામાં આવશે.

સુરત, વડોદરા અને રાજકોટમાં આવતી કાલથી દરરોજ રાત્રિનું કર્ફ્યૂ લગાવાની જાહેરાત કરાઈ છે. જ્યાં રાત્રિના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. સીએમની અધ્યક્ષતામાં મળેલી હાઈપાવર કમિટીની બેઠકમાં બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, આ બેઠકમાં કોરોનાની સ્થિતીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ તેમણે જણાવ્યુ હતું કે, આજે રાતે 9 વાગ્યાથી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ લાગી રહ્યુ છે.

નીતિન ભાઈએ જણાવ્યુ હતું કે, અમને અગાઉથી ખબર હતી કે, રાજ્યમાં કોરોનાની સ્થિતી વધુ ખરાબ થવાની છે, એટલે અમે તહેવારોમાં આપેલી છૂટના કારણે હવે વધુ કડક થવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે મળેલી બેઠકમાં અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટ શહેરની સ્થિતીને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે.

નીતિન ભાઈએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં મહદઅંશે કોરોનાની સ્થિતીને કાબૂ રાખવામાં રાજ્ય સરકાર સફળ રહી છે.રાજ્યમાં આજે કોરોનાના 1420 દર્દી નોંધાયા છે.સાથે જ તેમણે જણાવ્યુ છે કે, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર ધ્યાન આપવું નહીં. નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. અમદાવાદમાં લાગેલા કર્ફ્યૂમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને છૂટ આપવામાં આવી છે. સાથે જ દૂધ અને દવાની દુકાનો ખુલ્લી રહેશે. સાથે જે તેમણે જણાવ્યુ છે કે, હોસ્પિટલમાં બેડ ખાલી નથી તેવી વાતો કોરી અફવા છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જાહેરનામું

 • આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કરફ્યુ
 • કોઈ પણ રહેવાસી ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં.
 • વાહનો અવર જવર પર પ્રતિબંધ.
 • લગ્ન પર સ્થાનિક પોલીસ મજૂરી આપી શકશે.
 • અંતિમ સંસ્કારમાં 20 જેટલા પરવાનગી આપવામાં આવશે.
 • દૂધ વિતરણ ચાલુ રહેશે.
 • રેલવે અને એરપોર્ટ પર ટેક્ષી-કેબ સેવાને મંજૂરી પણ ટીકીટ બતાવાની રહેશે.
 • એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી ચાલુ રહેશે.
 • સી.એ, એ.એસ.સી ,સી.એસ સહિત તમામ પરીક્ષા આપવા જતા વિધાર્થી આઈકાર્ડ ફરજીયાત રહેશે.
 • ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પણ અવર જવર પર મજૂરી.
 • પોલોસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનાર વ્યક્તિ અવર જવર કરી શકશે.
 • તમામ પ્રકારના માલ સામાનના પરિવર્તન મંજૂરી.
 • તમામ છૂટછાટોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ડ્સ સહિત પાલન કરવાનું રહેશે. પેટ્રોલિયમ,સી.એન.જી ,એલ.પી.જી ,પાણી ,વીજ ઉત્પાદ સહિત સેવાઓ શરૂ રહેશે.
 • પોલીસ કમિશ્નર જાહેરનામા ભંગ કરનાર ગુનો દાખલ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *