કપિલ શર્માની સ્ટારકાસ્ટના ઘરેથી ગાંજો મળ્યો, તાત્કાલિક પૂછપરછ માટે બોલાવાઇ

ડ્રગ્સ મામલામાં NCB સતત કાર્યવાહી કરી રહી ચે. શનિવારે મુંબઈમાં NCBએ ત્રણ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. કોમેડિયન ભારતી અને તેના પતિ હર્ષના ઘરે રેડ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ભારતીના ફ્લેટમાંથી ગાંજો મળી આવ્યા છે. અભિનેત્રી અને તેમના પતિને NCB દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુંબઈના વર્સોવા, લોખંડવાલા અને સબર્બમાં દરોડા પાડ્યા હતા. ભારતી સિંહની વાત કરીએ તો તેમને અને તેમના પતિને NCB દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. બંને પતિ પત્ની બંને પૂછપરછ માટે NCB ઓફિસ પહોંચી ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ પણ માહિતી મળી છે કે કેટલીક જગ્યાઓ પર NCB દ્વારા હજુ પણ રેડ શરૂ છે.

સુશાંતસિંહ રાજપૂત (Sushantsingh Rajput)મામલામાં ડ્રગ્સ એંગલને લઈને તપાસ ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે હવે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા ધ કપિલ શર્મા શો(The Kapil sharma Show)ની કોમેડિયન ભારતીસિંહ(Bhartisingh)ના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.

સુશાંતસિંહ રાજપૂત(Sushant singh Rajput)ના મોત પછી બોલિવૂડ(Bollywood)ની સાથે જોડાયેલા ડ્રગ્સ મામલામાં અત્યાર સુધીમાં કેટલાક ચોંકાવનારા નામ સામે આવ્યા છે. ત્યારે આજે વધુ એક નામ ભારતીસિંહ(Bhartisingh) અને તેમના પતી હર્ષ લિંબાચિયા(Harsh Limbhachiya)નું પણ સામે આવ્યું છે.

જેમાં મળતી માહિતી મુજબ મુંબઈમાં કોમેડિયન ભારતીસિંહ(Bhartisingh)ના ઘરે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ડ્રગ્સની સાથે જોડાયેલા મામલાની તપાસ કરવા હવે એનસીબી(NCB)ની ટીમ ભારતીસિંહ(Bhartisingh) અને તેમના પતિ હર્ષ લિંબાચિયા(Harsh Limbhachiya)ના ફ્લેટ પર પહોંચી છે.

જણાવી દઈએ કે બોલિવૂડમાં ડ્રગ્સની તપાસમાં અત્યાર સુધીમાં કેટલાક સેલિબ્રિટીઓના નામ સામે આવી ચૂક્યા છે. જેમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીથી લઈને દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ જવા નામ પછી આ કાર્યવાહીમાં હજુ પણ કેટલાક મોટા નામ ખુલી શકે તેવી સંભવાનો વ્યક્ત કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે આ પહેલા NCBએ અર્જુન રામપાલ રામલાના ઘરે દરોડા કરવામાં આવ્યા હતા.જેમાં લેપટોપ, મોબાઈલ ફોન અને ટેબલેટ જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ જપ્ત કરવામાં આવ્યા હતા. અર્જુનના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય એનસીબીએ બોલિવૂડ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની પત્નીની પણ તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *