કારણ જાણીને સલામ કરશો આ આરોગ્યમંત્રીને…કાશ! ગુજરાતને પણ આવા આરોગ્યમંત્રી મળ્યા હોત…

કોરોના મહામારી વચ્ચે કુલ કેસોની સંખ્યા દેશમાં વધીને હવે 90,41,817ને પાર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના નવા 39609 કેસો સામે આવ્યા હતા. જ્યારે વધુ 426 લોકોના મોત સાથે મૃત્યુઆંક 132571ને પાર પહોંચી ગયો છે. દરમિયાન દિલ્હીમાં જાહેરમાં થૂંકવા કે તંબાકુ ખાવા પર બે હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.

24 કલાકમાં નવા 39 હજાર કેસો

બીજી તરફ 24 કલાકમાં જે નવા 39 હજાર કેસો સામે આવ્યા તેટલા જ લોકોને સાજા પણ કરી લેવામાં આવ્યા હતા. જેથી સાજા થયેલાની સંખ્યા હવે 84.65 લાખને પાર પહોંચી ગઇ છે. એટલે કે કુલ એક્ટિવ કેસોની સંખ્યા હવે આશરે સાડા પાંચ લાખ જેટલી છે.

અનીલ વીજને અપાયો કોરોના રસીનો ડોઝ

હાલ દેશમાં કોરોનાની રસીની ટ્રાયલ ચાલી રહી છે. એવામાં હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનીલ વીજને કોરોનાની વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. આ રસીની ટ્રાયલમાં સામેલ થનારા તેઓ પ્રથમ મંત્રી બન્યા છે અને ત્રીજા તબક્કાની ટ્રાયલમાંથી પસાર થનારા પણ તેઓ પ્રથમ વોલન્ટિયર બન્યા હતા. હરિયાણા સરકાર દ્વારા 30મી નવેમ્બર સુધી બધી જ સ્કૂલોને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

દિલ્હીમાં થૂંકવા પર 2000નો દંડ

કોરોનાને કારણે આ નિર્ણય લેવાયો છે. આશરે 150 જેટલા વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. કેન્દ્ર સરકારે કોરોના મહામારી વચ્ચે એક ઉચ્ચસ્તરીય ટીમને સૌથી પ્રભાવીત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મોકલવાનું નક્કી કર્યું છે. બીજી તરફ દિલ્હીમાં હવેથી જાહેરમાં થૂંકવા કે તંબાકુ ખાવા બદલ 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *