ખેડૂતમિત્રો: જો પીએમ કિસાન યોજનાનો 2000 નો હપ્તો વહેલા જોઈતો હોઈ તો કરો આ નાનકડું કામ

મોદી સરકાર તેની સૌથી મોટી ખેડૂત યોજના હેઠળ ખેતી માટે તમારા બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવાની તૈયારી કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સાતમો હપ્તો 1 ડિસેમ્બરથી શરૂ થશે. એટલે કે, 18 દિવસ પછી, કેન્દ્ર સરકાર તમારા ખાતામાં 2000 રૂપિયા મોકલશે. આ યોજના હેઠળ વાર્ષિક ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 6 હપ્તા ખેડુતોને મોકલાયા છે. છેલ્લા 23 મહિનામાં કેન્દ્ર સરકારે 11.17 કરોડ ખેડૂતોને સીધી 95 કરોડ રૂપિયાથી વધુની સહાય આપી છે.

જણાવી દઇએ કે પીએમ કિસાન સન્માન યોજનામાં કેન્દ્ર સરકાર આ નાણાં ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરે છે પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ સુધી આવે છે, જ્યારે બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઇ અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે આવે છે. જો દસ્તાવેજો બરાબર હશે, તો તમામ 11.17 કરોડ નોંધાયેલા ખેડુતોને સાતમા હપ્તાનો લાભ પણ મળશે. તેથી તમારા રેકોર્ડ તપાસો. જેથી પૈસા મળવામાં કોઈ તકલીફ ન પડે. જો રેકોર્ડમાં કોઈ ભૂલ છે તો ચોક્કસપણે તમને યોજનાનો લાભ મળશે નહીં.

કૃષિ મંત્રાલયના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર  1.3 કરોડ ખેડુતોને અરજી કર્યા પછી પણ પૈસા મળ્યા નથી કેમ કે તેમનો રેકોર્ડ ખોટો છે અથવા આધારકાર્ડ નથી. જોડણીની ભૂલ હોય તો પણ તમારા પૈસા અટકી શકે છે.

રેકોર્ડ સાચો છે કે નહીં આ રીતે તપાસો

 • પીએમ કિસાન સન્માન નિધિ યોજના (pmkisan.gov.in) ની સત્તાવાર વેબસાઇટ છે. વેબસાઇટમાં લોગ ઇન થવું પડશે. આમાં, તમારે ‘ Farmers Corner’ પર ક્લિક કરવું પડશે.
 • જો તમે પહેલાં અરજી કરી છે અને તમારો આધાર યોગ્ય રીતે અપલોડ કરવામાં આવ્યુ નથી અથવા કોઈ કારણોસર આધાર નંબર ખોટી રીતે દાખલ થયો છે, તો તેની માહિતી તેમાં મળશે.
 • ફાર્મર કોર્નરમાં ખેડુતોને પીએમ કિસાન યોજના હેઠળ પોતાને નોંધણી કરાવવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
 • આમાં સરકારે તમામ લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ અપલોડ કરી છે. તમારી એપ્લિકેશનનુ સ્ટેટસ શું છે. આ અંગે આધાર નંબર / બેંક ખાતા / મોબાઇલ નંબર દ્વારા ખેડુતો જાણી શકશે.
 • -જે ખેડુતોને આ યોજનાનો લાભ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે, તેમના નામ રાજ્ય / જિલ્લાવાર / તહેસીલ / ગામ મુજબ પણ જોઇ શકાય છે.

મંત્રાલયનો સંપર્ક કરવાની આ સુવિધા છે

મોદી સરકારની આ સૌથી મોટી ખેડૂત યોજના હોવાથી ખેડુતોને અનેક પ્રકારની સુવિધા આપવામાં આવી છે. આમાં એક હેલ્પલાઈન નંબર છે. જેના દ્વારા દેશના કોઈપણ ભાગના ખેડુતો સીધા કૃષિ મંત્રાલયનો સંપર્ક કરી શકે છે.

 • પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
 • પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261
 • પીએમ કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
 • પીએમ કિસાનની નવી હેલ્પલાઈન: 011-24300606
 • પીએમ કિસાનની બીજી હેલ્પલાઈન છે: 0120-6025109
 • ઇમેઇલ આઈડી: pmkisan-ict@gov.in

નવા ખેડુતોની નોંધણી કેવી રીતે કરવી

જો તમે હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ મેળવવા માટે નોંધણી કરાવી નથી, તો નોંધણી કરીને તમને લાભ થઈ શકે છે. સૌ પ્રથમ, તમારે આ યોજના સાથે સંકળાયેલ ઑફિશિયલ સાઇટ પર જવું પડશે. જેમાં Farmer Corners વિકલ્પ જોવા મળશે. New Farmer Registration પર ક્લિક કરો.

તે પછી તમારી સામે એક નવી વિંડો ખુલશે, જેમાં તમારે આધારકાર્ડની વિગતો ભરવાની રહેશે. તે પછી તમારે ક્લીક હિયર ટૂ કન્ટીન્યુ પર ક્લિક કરવું પડશે. આ પછી, બીજું પેજ તમારી સામે ખુલશે, જો તમે પહેલેથી જ નોંધણી કરાવી છે, તો તમારી વિગતો આવશે અને જો તમે પહેલીવાર નોંધણી કરાવી રહ્યા છો, તો તે લખેલુ જોવા મળશે કે RECORD NOT FOUND WITH GIVEN DETAILS, DO YOU WANT TO REGISTER ON PM-KISAN PORTAL  આના પર તમારે YES કરવાનુ રહેશે.

આ પછી ફોર્મ દેખાશે જે ભરવાનું રહેશે. તેમાં સાચી માહિતી ભર્યા પછી તેને સેવ કરો. આ પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે, જેમાં તમને તમારી જમીનની વિગતો પૂછવામાં આવશે. ખાસ કરીને એકાઉન્ટ નંબર. તેને ભરો અને સેવ કરો. નોંધણી પ્રક્રિયા તમે સેવ કરશો તેની સાથે જ પૂર્ણ થઈ જશે. તમને રજિસ્ટ્રેશન નંબર અને રેફરન્સ નંબર મળશે જે તમે સેવ કરી શકો છો. આ પછી પૈસા આવવાનું શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *