નીતિન પટેલે કહ્યું સ્થિતિ કાબુમાં છે, તો પછી કર્ફ્યું કેમ લગાવ્યો?…આ તો વિચારવા જેવું છે કે નહિ….

દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાવાદમાં પણ 57 કલાકનું કરફ્યૂ લાદવામાં આવ્યું છે. જેનો અમલ આજે રાત્રે 9 વાગ્યાથી થશે. ત્યારે કેન્દ્રની આરોગ્ય ટીમ પણ ગુજરાતમાં ધામા નાંખવા આવી રહી છે. ત્યાં જ અમદાવાદમાં કરફ્યૂની અમલવારીને લઈ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ, AMC કમિશનર અને કલેક્ટર બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

આજે સાંજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને હાઇપાવર કમિશનની બેઠક યોજાઇ હતી. જેમા કર્ફ્યૂની ગાઈડલાઈન અને જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરનામા અંગે જાણકારી આપી હતી. અને વધુમાં તેમણે એવું પણ કહ્યું કે, રાજ્યની પ્રજાને ડરવાની કોઇ જરૂર નથી. સ્થિતિ કંટ્રોલમાં છે. સોશિયવ મીડિયામાં જે અફવાઓ સામે આવી રહી છે. તેના પર વિશ્વાસ ન કરો. સરકારી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદમાં લાગેલા 57 કલાકના કરફ્યૂ વિશે માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે અને સ્થિતિને પહોંચી વળતા કરફ્યૂ રાખવુ જરૂરી બની ગયું છે. આપણને તહેવારોની ઉજવણી દરમિયાન કોરોનાને આમંત્રણ આપ્યું હતું. જેના કારણે સ્થિતિ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અમદાવાદને બાદ કરતા અન્ય શહેરોમાં કરફ્યૂ આપવું કે નહી તે વિશે વિચારણા ચાલી રહી છે.

આ દરમિયાન નીતિનભાઇએ જણાવ્યું કે, હાઇપાર કમિશનની બેઠકમાં કરફ્યૂના અમલ વિશે અને તેના નોટિફિકેશન વિશે ચર્ચા થઇ છે. સાથે જ જે લોકો દિવાળી વેકેશન દરમિયાન રાજ્યની બહાર ગયા છે અથવા શહેરની બહાર ગયા છે તેમને પાછા લાવવા અંગે પણ ચર્ચા થઇ છે. આ દરમિયાન નીતિનભાઇએ એવું પણ કહ્યું કે, સોશિયલ મીડિયામાં ખોટો માહોલ ઉભો કરાયો છે. જોકે સ્થિતિ એવી નથી. હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *