ભાઈ બીજના પવિત્ર તહેવારે બહેને અચૂક કરવું જોઈએ આ કામ, જાણો વિગતવાર

આ વર્ષે ભાઈબીજ 16 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ તહેવાર દર વર્ષે હિંદુ કેલેન્ડર પ્રમાણે કાર્તિક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનની જેમ જ ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં બહેન કપાળ પર તિલક લગાવીને ભાઈની ખુશી અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવે છે. ભાઈ બીજને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. દિપાવલીના બે દિવસ પછી ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે, બહેનોએ તેમના ભાઈઓના સુખી જીવન પ્રાર્થના કરે છે.

ભાઈબીજ ઉજવવાની રીત
ભાઈ બીજના દિવસે ચોખાના ચોરસને શિર્ષ પર બનાવો. ભાઈને આ ચોકમાં બેસાડીને, બહેન તેના હાથથી ચોખાથી ભાઈના વધામણા લો. બાદમાં તેના પર સિંદૂર ફૂલો, પાન, સોપારી અને હાથમાં લઈને ધીમે ધીમે તમારા હાથ પર પાણીના છાંટા નાખો, ત્યારે આ બોલો ગંગા પૂજા યમુના, યામી પૂજા યમરાજ, સુભદ્ર પૂજા કૃષ્ણ કોસ ગંગા યમુના નીર વહે, મારા ભાઈ, તમે તમે ખુશ રહો અને મા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી પર રહે.. બાદમાં બહેન ભાઈના કપાળ પર તિલક લગાવીને નાળાછડી બાંધે છે અને ભાઈનું મોં મોઠું કરાવે છે.

તમારા ભાઈની દીર્ઘાયુષ્ય માટે આ ઉપાય કરો
ભાઈને લાંબી આયુની પ્રાર્થના કરો, ત્યારબાદ યમરાજના નામે ચાર દીવડાઓ પ્રગટાવો અને તેને ઘરના આંગણાની બહાર રાખો. આમ, કરવાથી તમારા ભાઈના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે.

ભાઈબીજ શુભ સમય 2020
ભાઈ બીજ તારીખ – સોમવાર, 16 નવેમ્બર 2020
ભાઈ બીજ તિલક મુહૂર્તા – 1:00 બપોરે 3:00 વાગ્યે

પૌરાણિક કથા અનુસાર ભાઈબીજનું મહાત્મય….

આ ‘ ભાઈબીજ’નાં પર્વની ઉજવણીની પ્રથા કેવી રીતે પડી, એની પાછળ એક રસપ્રદ પૌરાણિક કથા છે.
શ્રી યમુનાજી જેમ કૃપાનિધિ કહેવાયા છે, તેમ પરમકૃપાળુ પણ કહેવાયા છે. બ્રહ્મવૈવર્તક પુરાણની કથા અનુસાર બહેન યમુનાજી અવારનવાર પોતાના ગુરૃબંધુ યમદેવને મળવા જતા.

પરંતુ જ્યારે પણ તેઓ ભાઈની યમપુરી પાસેથી પસાર થતાં ત્યાં અંદરથી આવતા જીવોનાં ચિત્કારો, પીડાત્મક ભર્યા, અતિનાદ- ચીસોનાં અવાજો યમુનાજીનાં કોમળ હૃદયને ઘાવ આપી જતા, તેમનું મન- હૃદય અત્યતંત પ્રવિત થઈ જતું. આથી હંમેશા યમુનાજી મોટાભાગે યમદેવને વિનંતિ કરતા કે હે વીરા આ પીડીત જીવોને યમલોકની પીડામાંથી મુક્ત કરો. પરંતુ હંમેશની જેમ યમરાજા બહેનની વાત પર હસીને તેમની વિનંતીને ઉડાવી દેતા.

યમુનાજી વિચારતા કે આ યમપુરીમાં રહેલા દુ:ખી જીવોને કેવી રીતે છોડાવવા ? પરંતુ તેઓને ક્યારેય કોઈ ઉપાય ન મળતો. યમુનાજીને પોતાના આ વડીલ વીરા ખુબ વહાલા હતા, તેથી તેઓ વારંવાર ધર્મરાજ યમદેવને પોતાને ત્યાં ભોજન માટે બોલાવતા, પરંતુ યમરાજ તો આખા વર્ષ દરમિયાન પોતાની ફરજ બજાવવામાં ખૂબ વ્યસ્ત હોઈ તેઓ ક્યારેય બહેનને ઘરે જઇ ન શક્તા.

આથી એકવાર યમુનાજીએ ભાઈને આગ્રહ ભરી વિનંતિ કરી કે, હે ભ્રાતા આજે કાર્તિકી એકમ છે, આવતીકાલે આપ મારે ત્યાં સપરિવાર જરૃર પધારો. બહેનની આજીજીભર્યા આગ્રહને માન આપી, યમદેવ બીજે દિવસે બહેન ને ઘરે ગયા. અત્યંત આનંદિત થઈને બહેન યમુનાએ, ભાઈનું સ્નેહ- પૂર્વક સ્વાગત કર્યું અને ચાંદીનાં પાત્રોમાં ભોજન કરાવ્યું. ભોજન બાદ પસલીમાં યમદેવે બહેનને રંગબેરંગી વસ્ત્રો, રત્ન જડિત અલંકારો આપ્યા અને કહ્યું,’બહેન, આ સિવાય તારી ઇચ્છા મુજબ બીજું કંઈ પણ માગી શકે છે.

વડીલ બંધુનાં વારંવાર આગ્રહથી તેમનું માન રાખવા યમુનાજી એ ભાઈ પાસે માંગ્યું, ભાઈ, આપ મને કંઈક આપવા ઇચ્છતા હો તો એક વરદાન આપો. આપ કૃપા કરીને આપની યમપુરીમાં પીડાઈ રહેલા જીવોને મુક્ત કરો. ત્યારે યમરાજાએ કહ્યું કે બહેન, મારી ફરજ છે કે જીવોને તેમનાં કર્મપ્રમાણે દંડ આપું.

છતાં પણ આજે તને વચન આપું છું કે આપણાં ભાઈ- બહેનનાં સ્નેહનાં પ્રતીકરૃપે આજે જે માનવ તારા જળમાં સ્નાન કરશે, તેને યમ અને યમપુરીનો ભય નહીં રહે. એટલે ભાઈ-બહેનનાં નિર્મળ પ્રેમનાં પ્રતીક સમાન કાર્તિકી સુદ બીજનાં દિવસને દેશભરમાં ભાઈબીજના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *