મુખ્યમંત્રી યોગીએ હાથરસ કેસ અંગે ઘોષણા કરી- ‘દોષીઓને એવી સજા મળશે જે પાઠ બનશે’

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુના અંગે કડક અભિયાન ચલાવ્યું છે. મહિલાઓ સામે વધી રહેલા ગુના સામે ગુનેગારોને કડક સજા અપાવવા માટે સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યા છે. જો કે હાથરસ, બલરામપુર અને ભદોહીમાં જે પ્રકારની ઘટના બની છે તે પછી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુનેગારોને કડક સજા આપવાની માંગ કરવામાં આવી રહી છે. દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે બળાત્ઓકાર કેસના આરોપીઓને એવી સજા આપવામાં આવશે, કે જે ગુનેગારો માટે પાઠ બની રહેશે.

સીએમ યોગીએ કહ્યું છે કે ઉત્તરપ્રદેશમાં માતા અને બહેનોના સન્માન અને આત્મ-સન્માનનો નાશ કરવાનો વિચાર કરવાવાળા લોકોને જ નાશ કરવામાં આવશે તે નક્કી છે. તેમને એવી સજા મળશે જે ભવિષ્યમાં એક દાખલો બેસાડશે. તમારી યુપી સરકાર દરેક માતા અને બહેનની સુરક્ષા અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ અમારો સંકલ્પ છે અને અમે તેના માટે વચનબદ્ધ છીએ.

દરમિયાન, એવી માહિતી પણ આવી રહી છે કે હાથરસના ડીએમ અને એસપી વિરુદ્ધ યોગી સરકાર કડક કાર્યવાહી કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને અધિકારીઓ પર ઘણા બધા એક્શન લેવાઈ શકે છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જે રીતે હાથરસ પ્રશાસન દ્વારા આ સમગ્ર મામલાને સંભાળી રહ્યા છે તેનાથી ભારે નારાજ છે અને ટૂંક સમયમાં કાર્યવાહી કરે તેવી સંભાવના છે.

જણાવી દઈએ કે 14 સપ્ટેમ્બરે હાથરસની એક યુવતી પર ગેંગરેપ થયો હતો. આરોપ છે કે ગેંગરેપ બાદ આરોપીએ મહિલાની જીભ કાપી નાખી હતી અને તેની કમર તોડી નાખી હતી. તે જ સમયે, પોસ્ટ મોર્ટમ અહેવાલમાં ખુલાસો થયો છે કે પીડિતા સાથે કોઈ બળાત્કાર થયો નથી. યુવતીની હાલત વધુ બગડતાં તેને સારવાર માટે દિલ્હી લઇ જવામાં આવી હતી. જ્યાં પીડિતાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ મામલે હાથરસ પોલીસ ઉપર સવાલો ઉભા થયા છે.

અવારનવાર આપણા દેશમાં કોઈને કોઈ સ્થળે રેપ અને હત્યાના કિસ્સાઓ બનતા રહે છે પરંતુ તે દરેક કિસ્સાઓ લાઇમલાઈટમાં આવતા નથી. જેના માટે અનેક કારનો હોઈ શકે છે. જ્યાં સુધી આપણાદેશમાં બળાત્કાર કરનારાઓને કડક સજા નહિ મળે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી જ રહેવાની છે. એમાં પણ જો બળાત્કારી પુખ્તવયનો ના હોઈ તો તેને અમુક સમય સુધી સુધાર કેન્દ્રમાં રાખીને છોડી દેવામાં આવે છે. ત્યારબાદ તે સુધારી ગયો કે નહિ તેની કોઈ સાચી માહિતી મળતી નથી. હકીકતમાં તેણે કરેલા કૃત્યનો ભોગ કોઈ દીકરી આજીવન ભોગવતી રહે છે અને તે નરાધમો બહાર ખુલ્લા સાંઢની જેમ રખડતા થઇ જાય છે. જે કદાચ ક્યારેય ના થવું જોઈએ. ગુનો કર્યો છે તો સજા તો મળવી જ જોઈએ પછી તે મોટી ઉંમરનો હોઈ કે નાની ઉંમરનો.

આ વિષે તમારો શું મંતવ્ય છે તે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *