રોહિત શર્માને ભારતીય ટીમનો કેપ્ટન ના બનાવવો એ ભારતીય ટીમનું દુર્ભાગ્ય:ગૌતમ ગંભીર

રોહિત શર્માએ (Rohit Sharma)પોતાની કેપ્ટનશિપમાં મુંબઈ ઇન્ડિયન્સને (Mumbai Indians) રેકોર્ડ પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું છે. આ સાથે જ તેણે સાબિત કરી દીધું છે કે તે ટી-20 ક્રિકેટનો બાદશાહ છે. મંગળવારે મુંબઈએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)સામે વિજય મેળવ્યો હતો. રોહિત આઈપીએલનો(IPL) સૌથી સફળ કેપ્ટન પણ છે.

આ ટાઇટલ જીતવાની સાથે રોહિત શર્માને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવાની માંગ પણ થઈ રહી છે. પૂર્વ દિગ્ગજ ભારતીય ખેલાડી ગૌતમ ગંભીરે કહ્યું કે જો તમે સફેદ બોલના ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનાવવા પર રોહિત શર્માના નામ પર વિચાર ના કર્યો તો આ શરમજનક અને ભારતીય ક્રિકેટનું દુર્ભાગ્ય હશે.

ક્રિકઇન્ફો સાથે વાત કરતા ગંભીરે કહ્યું કે જો રોહિતને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં ના આવે તો તેનાથી ટીમનું નુકસાન થશે,રોહિત શર્માનું નહીં. ગંભીરે કહ્યું કે એક કેપ્ટન તેટલો જ સારો હોય છે, જેટલી સારી તેની ટીમ હોય છે. તેમાં કોઈ શંકા નથી પણ આખરે એક કેપ્ટનને સાબિત કરવા માટે શું માપદંડ હોય છે કોણ સારું છે કોણ નહીં.

પૂર્વ ભારતીય દિગ્ગજે કહ્યું કે બધા માટે માપદંડ એક જેવો જ હોવો જોઈએ. રોહિતે પોતાની કેપ્ટનશિપમાં ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવી છે. આપણે એમએસ ધોનીને સૌથી સફળ ભારતીય કેપ્ટન એટલા માટે માનીએ છીએ કારણે તેણે દેશને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું છે. ચેન્નઈ સુપરકિંગ્સને ત્રણ વખત ચેમ્પિયન બનાવ્યું છે.

રોહિતે 5 વખત ટીમને આઈપીએલમાં ચેમ્પિયન બનાવી છે. જો તેને સફેદ બોલ ક્રિકેટ માટે ટીમની કેપ્ટનશિપ ના મળે તો આ શરમજનક વાત ગણાશે. કારણ કે આનાથી વધારે તે કશું જ કરી શકે નહી કે જેની કેપ્ટનશિપ કરી રહ્યો છે તેને જીત અપાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *