વર્ષો જુના મકાનનું ખોદકામ કરતા મળ્યો લાખોનો ખજાનો, માલિકને જાણ કર્યા વગર જ મજુરે…

જરા વિચારો કે તમે તમારા મકાનમાં ખોદકામ કરી રહ્યા છો, અને ખોદકામ કરતી વખતે તમને અચાનક સોના-ચાંદીના આભૂષણથી ભરેલા ઘણાં બધા ઘડા મળી આવે, તો તમારી શું સ્થિતિ થશે? તમે તેના વિશે અત્યાર સુધી વાર્તાઓમાં જ વાંચ્યું હશે. જો કે, હકીકતમાં આવું થવા પર પોલીસ અને પ્રશાસનને પણ તમારે જાણ કરવી પડે છે. પરંતુ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જેને આ ખજાનો મળ્યો, તેણે તેને પોલીસથી છુપાવવાનો ઘણો પ્રયત્ન કર્યો.

100 વર્ષ જૂનું મકાન :

ઉજ્જૈનના મહિદપુર વિસ્તારમાં આવેલા એક 100 વર્ષ જૂના મકાનનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ખોદકામ દરમિયાન અચાનક કિંમતી ઘરેણા મળી આવ્યા. મકાન માલિકે તેને છુપાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો. જો કે, પોલીસ અને પ્રશાસને આ સમગ્ર ઘટના અંગે ખુલાસો કરી દીધો.

ઉજ્જૈનથી આશરે 60 કિલોમીટર દૂર મહિદપુર તાલુકાના ઘાટી મહોલ્લામાં રહેતા સુરેન્દ્ર નામના વ્યક્તિના 100 વર્ષ જૂના મકાનમાં ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન ધાતુના ત્રણ ઘડા જમીનમાં દટાયેલા મળી આવ્યા હતા. આ ઘડામાં સોના-ચાંદીના ઘરેણા ભરેલા હતા. આ સિવાય તેમાં 1800 ઈ.સ. ના સિક્કા પણ હતા.

મજૂરોએ ખોલ્યું રહસ્ય :

મહિદપુરના એસડીએમ આરપી વર્માએ તેના વિષે જણાવ્યું હતું કે, તેમને કેટલાક લોકો દ્વારા આ માહિતી મળી હતી કે ખોદકામ દરમિયાન ત્રણ ઘડા નીકળ્યા છે. આ અંગે તેમણે મકાનમાલિક સુરેન્દ્રની પૂછપરછ કરી. સુરેન્દ્રએ તેને છુપાવવા માટે તમામ પ્રયત્નો કર્યા. ત્યારપછી તેમણે મકાનમાં કામ કરતા તે ત્રણ મજૂરોની ધરપકડ કરી લીધી. પોલીસની પૂછપરછ દરમિયાન આ મજૂરોએ પોલીસને સંપૂર્ણ બાબતની જાણકારી આપી દીધી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ મકાન માલિકે આ મજૂરોને થોડા દાગીના આપી દીધા હતા અને તેમને કહ્યું હતું કે, આ અંગે કોઇને કંઇપણ ન જણાવે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસને મળેલી બાતમીના આધારે મકાનમાં દરોડો પાડવામાં આવ્યો અને લાખો રૂપિયાના કિંમતી ઘરેણા તેમણે કબજે કર્યા હતા. હાલમાં અધિકારી તેની ગણતરી કરવામાં લાગેલા છે કે ખરેખર તેની કુલ કિંમત કેટલી છે.

પુરાતત્વીય વિભાગની ટીમ આવી પહોંચી :

મહિદપુરમાં ખોદકામ દરમિયાન ઘરેણા અને સિક્કાઓ મળી આવ્યાની માહિતી મળ્યા પછી પુરાતત્વ વિભાગની ટીમ પણ નિરીક્ષણ કરવા માટે આવી ગઈ છે. પુરાતત્વ વિભાગ હવે તે શોધી કાઢશે કે, આ સિક્કા અને ઘરેણાં કેટલા જુના છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, સોના-ચાંદીના ઘરેણાને મહેસૂલ વિભાગના માલસામાનમાં જમા કરાવી દેશે.

તેમજ સિક્કા અને અન્ય પ્રાચીન વસ્તુઓને પુરાતત્વ વિભાગ તપાસ માટે પોતાના કબજામાં રાખી શકે છે. તાલુકા વિકાસ અધિકારી વિનોદ શર્માએ જણાવ્યું છે કે, મુદ્રા વૈજ્ઞાનિકો પણ તેની તપાસ કરવાના છે. તેમજ તેમણે જણાવ્યું કે ટીમ એવું માની રહી છે કે, જે ઘરેણા જપ્ત કરવામાં આવ્યા છે તે સમગ્ર ખજાનાનો માત્ર એક ભાગ જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *