શનિવારે કરો આ ઉપાય, હનુમાનજીની સાથે સાથે શનિદેવ પણ આપશે અપાર આશીર્વાદ…

Religion

શનિવાર ભગવાન શનિદેવનો દિવસ છે. પરંતુ શનિવારનો દિવસ ભગવાન રામના ભક્ત અને શક્તિશાળી ભગવાન હનુમાનનો પણ છે. કોઇપણ વ્યક્તિને બન્નેની કૃપા થઇ જાય તેનો બેડો પાર થઇ જાય છે. શનિદેવની કૃપાથી મનુષ્ય સુખ-સંપત્તિથી પૂર્ણ થાય છે. અને મહાબલી હનુમાનની દ્રષ્ટીએ મનુષ્યના દુશ્મન આપમેળે ખતમ થઇ જાય છે. શનિદેવ અને હનુમાનજીની કૃપાદ્રષ્ટી પામવા શનિવારના દિવસે આ 4 ઉપાય કરો, તમારા જીવનમાં પરિવર્તન સાથે દુખ દર્દ પણ દૂર થઇ જશે.અને અટકેલા રૂપિયા અને ધન લાભ મળશે.

પહેલો ઉપાય દૂર કરશે સાડાસાતી
ભગવાન શનિ દેવ ખુબ દયાળું છે. જે પણ ભક્ત તેમને સાચા મનથી યાદ કરે છે. તેમને શનિદેવના આશિર્વાદ મળે છે. જો તમારે શનિદેવની સાડાસાતી અને કોઇ અન્ય દોષ છે તો શનિવારના પીપળાના વૃક્ષ નીચે બન્ને હાથથી સ્પર્શ કરીને પીપળના વૃક્ષની સાત પરિક્રમા કરો. આ તમે દર શનિવારે કરશો તો વધારે સારૂ રહેશે. જોકે યાદ રહે કે પીપળાના વૃક્ષની પરિક્રમા કરતા સમયે તમે ૐ શં શનૈશ્વરાય નમ: નો જાપ અવશ્ય કરો.

બીજો ઉપાય ખોલશે તમારા બંધ નસીબનો દ્વાર
શનિવારે ભગવાન હનુમાન તેમજ શનિદેવની પૂજા કરો. શનિવારે સાંજે માછલીને ખવડાવો અને કીડીઓને લોટ ખવડાવો. તેનાથી શનિદેવ અને હનુમાનની કૃપાથી તમારા ભાગ્ય ખુલી જશે. જો તમારા પર કોઇ દેવુ હોય અથવા નોકરીમાં ઉન્નતી ન થતી હોય તો દર શનિવારે આ ઉપાય જરૂર કરો. તેની અસર તમને જલ્દી જોવા મળશે.

ત્રીજો ઉપાય વધારશે તમારૂ ધન
શનિવારના દિવસે શનિદેવની સાથે હનુમાનજીના નામ પર પણ હોય છે. શનિવારના દિવસે તમે શનિદેવ અને હનુમાનજીના નામની પૂજા કરો. અને સાંજે તમે એક રોટલી લો અને તેને તમારા સામે રાખીને પોતાની ઇચ્છા અને મનોકામના કરો. જ્યારે તમે આ કરી લો ત્યારે રોટલી સાફ વાસણમાં તમારી સામે રાખો. અને તમારી મનોકામના કહ્યા બાદ કોઇપણ કાળા કુતરાને અથવા ગાયને ખવડાવી દો. તેનાથી તમારા તમામ બગડેલા કામ થવા લાગશે. અને ધનનો લાભ પણ થશે.

ચોથા ઉપાયથી ખતમ થઇ જશે તમારા દુશ્મન
શનિવારના દિવસે ભગવાન શનિદેવને તેલ ચઢાવવું જોઇએ અને હનુમાનજી સમક્ષ તેલનો દીવો કરવો જોઇએ. શનિવારે આ કામ કર્યા બાદ કાળી વસ્તુનું દાન કરો. જેમ કે અડદની દાળ, કાળા કપડા, કાળા તલ અને કાળા ચણા કોઇપણ ગરીબ વ્યક્તિને દાનમાં આપો. આ ઉપાય કરવાથી તમારા પર શનિદેવ અને હનુમાનજીની કૃપા રહેશે. પછી તમારો કેટલો પણ મોટો દુશ્મન કેમ નથી તમારી સાથે દુશ્મની ખતમ કરી લેશે.

અમારા દ્વારા બતાવેલા ઉપાય તમે શનિવારે અવશ્ય કરો. જેનું પરિણામ તમને જલ્દી જ મળશે. આ તમામ ઉપાય ખુબ જ સરળ છે. તેને કરવાથી તમને કોઇપણ તકલીફ પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *