ફાટક ખુલ્લું રહ્યુંને ટ્રેન આવી ગઈ, ગોંડલ નજીક ફાટકમેનની ગફલતને લીધે નિર્દોષ માણસે જીવ ગુમાવ્યો…

આપણા દેશમાં રોજ કેટલાય લોકો અકસ્માતમાં પોતોનો જીવ ગુમાવી બેસે છે. તેમાં ઘણા ખરા અકસ્માત ટ્રેન સાથે થતા હોઈ છે. આવો જ એક કિસ્સો આજે ગોંડલ નજીક પણ બન્યો. ટ્રેન આવતી હોવા છતાં ફાટક ખુલ્લું રહી જતા કાર અને ટ્રેનનો ભયંકર અકસ્માત થયો. જેમાં કાર ચાલકનો ઘટના સ્થળે જ જીવ ચાલ્યો ગયો હતો.

ફાટકમેનની લાપરવાહી

ફાટકમેનને દરેક ટ્રેન આવતા પહેલા ફોન પર જાણકારી મળતી હોઈ છે તેના અનુસાર તે ફાટક બંધ કરે છે પરંતુ કોઈ કામને કારણે ફોનની રીંગ ના સાંભળી હોવાની ભૂલ એક નિર્દોષ માણસે પોતાનો જીવ આપીને ચૂકવવી પડી. લોકોએ ફાટકમેનને પકડતા તેણે રીંગ ના સાંભળી હોવાનું કબુલ્યું હતું.

ગોંડલ નજીક સાંઢીયાપુલ પાસે ફાટક ખુલ્લું રહી જતા ટ્રેને કારને ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ફાટકમેનની ભૂલને કારણે ટ્રેન આવી છતાં જાણ ન થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલક સંજયભાઈ ટીલાળાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. તેમજ પોલીસને જાણ થતા દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. લોકોએ ફાટકમેનને પકડતા જ તે બોલ્યો હતો કે, મારી ભૂલ છે.

સોમનાથ-જબલપુર ટ્રેન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

ગોંડલના સાંઢિયા પુલ પાસેથી પસાર થતી સોમનાથ-જબલપુર ટ્રેન અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલકનું મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર ફાટકમેનની બેદરકારીના કારણે આ અકસ્માત બન્યો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ દોડી આવી તાપસ હાથ ધરી હતી.

રિંગ ન સંભળાઈ એટલે ફાટક ખુલ્લું રહી ગયુંઃ ફાટકમેન

લોકોએ ફાટકમેનને પકડી રાખતા ફાટકમેને જણાવ્યું હતું કે, ટ્રેન આવી ત્યારે ફાટક બંધ હતું, હું ફાટક બંધ કરવા આવ્યો ત્યાં સુધીમાં ગાડી આંબી ગઈ હતી. હું મારી ભૂલ સ્વીકારૂ છું. મારાથી ટેલિફોનની રિંગ ન સંભળાણી એટલે મારાથી ફાટક બંધ ન થયું. એક્સિડન્ટ થયું એટલે એ ભાઈનો જીવ ગયો છે. વહેલુ ફાટક બંધ કરૂ તો લોકો ગાળો આપી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *