fbpx

આ એક ફળ સાંધાના દુખાવાને કરે છે જળમુળ માંથી દુર, કેવી રીતે કરવું સેવન જાણો વિગતવાર…

સાંધાનો દુખાવો એક રોગ પીડાકારક રોગ છે. આવા સમયે રોજીંદા કામો માં ખુબ જ તકલીફ નો સામનો કરવો પડે છે. ઘણી બધી વખત X-Rayમાં ઘુંટણ તદ્દન સામાન્ય હોય એટલે કે જગ્યા એકદમ જ નોર્મલ હોય, તેમ છતાં દર્દીને ખૂબ જ દુ:ખાવો થતો હોય છે. આ પ્રકારની તકલીફમાં વારવાર સાંધાની આસપાસ સોજો આવી જતો હોય છે.

ઘણી બધી વખત તો સાંધો ‘લોક’ થઈ જતો હોય છે. સાંધો લોક થઈ જવાથી માણસ ચાલતાં ચાલતાં ઊભો રહી જાય છે અને તેનાથી ચાલવાનું ખૂબ જ તકલીફ ભર્યું બની જાય છે. આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવીશું જેનું સેવન કરવાથી સાંધાને લાગતી ઘણી સમસ્યા દુર થઇ જાય છે. તો ચાલો જાણી લઈએ એ ફળ વિશે..

આ ફળનું નામ છે ડ્રેગન. ડ્રેગન ફ્રૂટ ના સેવન થી અનેક પ્રકારની બીમારીઓ થી છુટકારો મેળવી શકો છો. જેવા કે ડાયાબિટીસ, વાળને લગતા રોગ, ડ્રેગન ફ્રુટ ને સ્ટ્રોબેરી પિયરના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉપરથી ઘણું ખરબચડુ દેખાનાર આ ફળ અંદરથી ઘણું મુલાયમ અને ટેસ્ટી હોય છે. આ ફૂટ જેટલું બહારથી દેખાવમાં સખત હોય છે, તેટલુ જ તે અંદરથી નરમ અને સ્વાદિષ્ટ હોય છે

સાંધાનો દુખાવો :- આ ફળનું સેવન કરવાથી શરીરના સોજા ઓછા થાય છે, તેમાથી શરીરને ઘણું પ્રોટીન મળે છે. નિયમિત આ ફળનું સેવન કરવાથી પગના સાંધાનો દુખાવો પણ દુર થઇ જાય છે. તેમાં પ્રોટીન નું પ્રમાણ વધુ હોવાથી ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકીએ છીએ. ડ્રેગન ફ્રુટ નું સેવન શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. તેની અંદર રહેલું કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે.

કોલેસ્ટ્રોલ :- અલબત તેના સેવનથી શરીરનું કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. અને તે શરીરની રોગપ્રતિકારક શક્તિનું સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે.આ ફ્રૂટ માણસ ના શરીરના બ્લડ શુગરને નિયંત્રિત કરે છે. અને સાથે સાથે પાચનતંત્રને પણ સુધારે છે. આજકાલ હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓથી લોકો ઘેરાયેલા છે. એવામાં ફળ ઘણું ઉપયોગી સાબિત થાય છે. ડ્રેગન ફ્રુટ ખતરનાક કોલેસ્ટ્રોલને ઘટાડી તમારા હાર્ટને ઘણું મજબુત બનાવે છે.

ચહેરા પરની કરચલી :- એન્ટીઓક્સિડેન્ટની સારી માત્રા હોવાથી તે અસમયે આવનાર ઘડપણને રોકે છે. તેમાં મધ ભેળવીને ફેસમાસ્ક બનાવી અને તેને નિયમિત રૂપથી ચહેરા પર લગાવવાથી ચહેરા પરથી ફાઈન લાઈટ હટાવે છે અને ત્વચાને જવાન બનાવે છે. જો ચહેરા પર વધતી ઉમરને કારણે કરચલીઓ પડી હોય તો તેવા લોકોને આ ફ્રૂટ સ્કીન ને ટાઈટ કરી અને ચમકદાર બનાવે છે જેથી વધતી ઉમરની નિશાનીઓ પણ દૂર થઈ જશે. અને તમે વધુ યંગ લાગશો.

વાળની સમસ્યા માટે :- ડ્રેગન ફ્રૂટ સ્વસ્થની દ્રષ્ટિ એ ખૂબ લાભકારી છે.અર્થરાઈટિસ જોઈન્ટ્સને પ્રભાવિત કરે છે.આહારમાં ડ્રેગનફ્રુટને શામેલ કરીને એનાથી બચી શકો છો. ડ્રેગનફ્રુટને એન્ટી ઈન્ફ્લેમેન્ટરી ફ્રુટ કહો તો પણ ખોટુ નથી.

ભરપૂર માત્રમાં પ્રોટીન હોવાને કારણે વાળને લગતી સમસ્યા હશે તો એ સમસ્યા દૂર કરી વાળમાં કુદરતી ચમક લાવશે. ડ્રેગન ફ્રુટ નું સેવન કરવાથી વાળ ને પોષણ પ્રાપ્ત થાય છે તેની સાથે જ વાળ સ્વસ્થ બની રહે છે.

પેટને લગતી સમસ્યામાં રાહત :- ડ્રેગન ફુટ ની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. આથી તેનું સેવન કરવાના કારણે પેટ સંબંધી દરેક સમસ્યાનું નિવારણ થઇ શકે છે. ડ્રેગન ફ્રુટ નું સેવન કરવાના કારણે ઉનાળાની ઋતુમાં કબજિયાત,અપચો અને ગેસ ની સમસ્યામાંથી બચી શકો છો. જે વ્યક્તિ અને ખૂબ જ જૂની કબજિયાત હોય તેવા વ્યક્તિઓ માટે ડ્રેગન ફ્રુટ નું સેવન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *