
આંકડાના છોડને મનાય છે આયુર્વેદમાં ખુબ જ ગુણકારી, જાણો તેના આયુર્વેદિક ફાયદાઓ
આંકડાનાં છોડને આયુર્વેદમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ માનવામાં આવેલ છે. આંકડાનાં છોડમાં ખૂબ જ ફૂલ આવે છે અને સામાન્ય રીતે આ છોડની બે પ્રજાતિઓ મળી આવે છે. જેમાં એક પ્રજાતિમાં ફૂલોનો રંગ સફેદ હોય છે જ્યારે બીજી પ્રજાતિમાં ફૂલો જાંબલી રંગનો હોય છે.
આ છોડનાં પ્રયોગથી ઘણા રોગોને દુર કરી શકાય છે અને તે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. ઘણા પ્રકારની આયુર્વેદિક દવા બનાવવામાં પણ આ છોડનો પ્રયોગ કરવામાં આવે છે. આંકડાનાં ફાયદા તેને એક વિશેષ છોડ બનાવે છે.
પાઈલ્સમાં રાહત આપે :– પાઈલ્સની સમસ્યા દૂર કરવામાં આપણા ખૂબ જ કારગર સાબિત થાય છે અને તેની મદદથી પાઈલ્સને દૂર કરી શકાય છે. જે લોકોને પાઈલ્સની સમસ્યા હોય તે લોકોએ આંકડાનાં અમુક પાન તોડી લેવા અને આ પાનને તડકામાં યોગ્ય રીતે સૂકવી લેવા.

જ્યારે આ પાન સુકાઈ જાય તો તેને સળગાવવા અને તેનો ધુમાડો પ્રભાવિત જગ્યા પર લેવો. આકડાનાં પાનનો ધુમાડો લેવાથી પાઈલ્સમાં રાહત મળે છે અને આ દર્દમાંથી છુટકારો મળે છે. તમારે આ ઉપાય એક સપ્તાહ સુધી કરવાનો રહેશે.
સોજો ઓછો કરે :- સોજો થવા પર તમે આંકડાનાં પાનને સોજા વાળી જગ્યા પર લગાવો. સોજો વાળી જગ્યા પર આ પાન રાખવાથી સોજો એકદમ દૂર થઈ જાય છે. તમારે આંકડાનાં પાન લઈને તેને સોજા વાળી જગ્યા પર સરસવનાં તેલમાં ગરમ કરીને લગાવો. તમને સોજામાં ખૂબ જઆરામ મળી જશે. આ ઉપાય તમારે દદિવસમાં4 વખત કરવો.
ઘૂંટણનો દુખાવો દુર કરે :- ઘૂંટણમાં થઈ રહેલા દુખાવાને દૂર કરવામાં પણ આંકડાનાં પાન લાભકારી માનવામાં આવે છે. જે લોકોને ઘુંટણમાં દુખાવાનો ફરિયાદ રહેતી હોય તેમણે પોતાના ઘુટણ પર આંકડાનાં પાનનો લેપ લગાવવો જોઈએ. તે લેપ લગાવવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે.

આંકડાનાં પાનનો લેપ તૈયાર કરવા માટે તમારે ૪ થી પ આંકડાનાં પાનની જરૂરિયાત રહેશે. તમારે આ પાનને લઈને યોગ્ય રીતે પીસી લેવા. યાદ રહે કે તેમાં પીસતા સમયે પાણી ઉમેરવું નહીં. જ્યારે આ પણ યોગ્ય રીતે પૈસા જાય તો તેની અંદર થોડું મીઠું અને થોડું સરસવનું તેલ ઉમેરી દેવું. પછી તમારે તે લેપને પોતાના ઘુંટણ પર દિવસમાં 4 વખત લગાવવો. એક મહિના સુધી આ લેપ લગાવવાથી ઘૂંટણનાં દુખાવામાં ખૂબ રાહત મળી જશે.
શ્વાસ સંબંધિત બીમારી દૂર કરે :- આંકડાનાં ફાયદા અસંખ્ય છે અને તે અસ્થમાનાં દર્દીઓ માટે જ લાભદાયક છે. આંકડાનાં ફૂલની મદદથી અસ્થમા અને શ્વાસ સંબંધી ઘણા પ્રકારની બીમારીઓને દૂર કરી શકાય છે. તમારે આંકડાનાં ફૂલ લઈને તેને તડકામાં સૂકવી લેવા.

ત્યારબાદ આ ફૂલોને પીસીને તેનો પાવડર તૈયાર કરી લેવો. આ પાવડરમાં થોડું મીઠું ઉમેરી લેવું. આંકડાનાં ફૂલનો આ પાવડર દિવસમાં 1 વખત ગરમ પાણી સાથે લેવો. તેનું સેવન કરવાથી અસ્થમાનો રોગ દૂર થાય છે.
ખાંસી દૂર કરે :- ખાંસી થવા પર તમારે આંકડાનાં ફૂલનો પાવડર બનાવી લેવો અને આ પાવડરને હળવા ગરમ પાણીમાં ઉમેરીને તેનું સેવન કરવું. આ પાઉડર ખાવાથી ખાંસી એકદમ દૂર થઈ જાય છે. શરદી થવા પર આ પાવડરનું સેવન કરવામાં આવે તો શરદી માંથી પણ છુટકારો મળે છે.
બહેરાપણું દૂર કરે :- જે લોકોને ખૂબ ઓછુ સંભળાવાની ફરિયાદ રહેતી હોય તેમણે આંકડાના પીળા પાનને લઈને તેને પાણીમાં ઉકાળીને તેનો રસ કાઢી લેવો. ત્યારબાદ આ રસનાં 3 ટીપાં દિવસમાં 3 વખત કાનમાં નાંખી લેવા. આવું કરવાથી કાનની બહેરાશ માંથી છુટકારો મળી જશે.
Leave a Reply