વિરાટ કોહલી પર 12 લાખનો દંડ, IPLની કૉમેન્ટ્રી માટે મુંબઈ આવેલા AUSના દિગ્ગજ ક્રિકેટરનું મુંબઈમાં નિધન

ક્રિકેટ જગત માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. મહાન ઑસ્ટ્રેલિયાઈ ક્રિકેટર અને કૉમેન્ટેટર ડીન જૉન્સનું ગુરૂવારના કાર્ડિયક અરેસ્ટના કારણે મુંબઈની એક હોટલમાં નિધન થયું છે. તેમની ઉંમર 59 વર્ષ હતી. તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનને લઇને સ્ટાર સ્પોર્ટ્સની કૉમેન્ટ્રી ટીમ સાથે જોડાયા હતા અને મુંબઈમાં હતા. બ્રૉડકાસ્ટરે આની પુષ્ટી કરી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે લીગની વર્તમાન સીઝન દેશની બહાર સંયુક્ત અરબ અમીરાતમાં રમાઈ રહી છે.

જોન્સ આઈપીએલ કૉમેન્ટ્રી પેનલનો ભાગ હતા

ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તેઓ સફળ કૉમેન્ટેટર તરીકે પોતાની ઓળખ બનાવી ચુક્યા હતા. આ વખતે તેઓ આઈપીએલમાં કૉમેન્ટ્રી કરી રહ્યા હતા. જોન્સ આ વખતે આઈપીએલ કૉમેન્ટ્રી પેનલનો ભાગ હતા, જેમાં બ્રેટલી, બ્રાયન લારા, ગ્રીમ સ્વાન અને સ્કૉટ સ્ટાયરિસ મુંબઈથી કૉમેવન્ટ્રી કરી રહ્યા છે. આઈપીએલની આજે છઠ્ઠી મેચ આરસીબી અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે રમાશે અને આ પહેલા ક્રિકેટ ફેન્સને આ દુ:ખદ સમાચાર મળ્યા છે.

સ્ટાર સ્પોર્ટ્સે કહ્યું- મુશ્કેલ સમયમાં પરિવારના સહયોગ માટે તૈયાર

સ્ટાર સ્પોર્ટ્સે કહ્યું કે, ‘ઘણા જ દુ:ખ સાથે ડીન મર્વિન જોન્સ એમએમના નિધનના સમાચાર શેર કરી રહ્યા છીએ. હ્રદયરોગનો હુમલો થવાના કારણે તેમનું નિધન થયું છે.’ તેમણે કહ્યું કે, ‘અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના પ્રકટ કરીએ છીએ અને આ મુશ્કેલ સમયમાં તેમના સહયોગ માટે તૈયાર છીએ. જરૂરી વ્યવસ્થા કરવા માટે અમે ઑસ્ટ્રેલિયાઈ હાઈકમિશનના સંપર્કમાં છીએ.’

વિરાટનો ‘ગુરુ’ ખરાબઃ બે કેચ છોડ્યા, મેચમાં શર્મનાક હાર અને હવે 12 લાખનો દંડ

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુરુવારે રાત્રે રમાયેલ મેચમાં કેએલ રાહુલની કેપ્ટનશિપવાળી કિંગ્સ ઈલેવન પંજાબે વિરાટ કોહલીની આરસીબીને 97 રનોથી હરાવીને ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત નોંધાવી હતી. આ મેચમાં પંજાબના કેપ્ટન કેએલ રાહુલે શાનદાર 132 રનોની અણનમ ઈનિંગ રમી હતી. તો કેપ્ટન કોહલી માટે ગુરુવાર ખરાબ સાબિત થતાં તે એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. એટલું જ નહીં આરસીબી 17 ઓવરમાં 107 રનો બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પંજાબ તરફથી મળેલી આ શર્મનાક હારને વિરાટ હજુ ભૂલાવી પણ શક્યો નથી ત્યાં વિરાટ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

વિરાટ કોહલી પર પંજાબ સામેની મેચમાં દંડ લગાવવામાં આવ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ સામે આઈપીએલની છઠ્ઠી મેચ દરમિયાન ધીમી ઓવર ગતિને કારણે દંડ લગાવવામાં આવ્યો છે. કેપ્ટન કોહલીને આ માટે 12 લાખનો દંડ ફટકારાયો છે. આ મેચમાં કોહલી માટે તમામ વસ્તુઓ ખરાબ રહી હતી. પહેલાં તેના હાથેથી વિસ્ફોટક સદી ફટકારનાર કેએલ રાહુલના બે ઈઝી કેચ છૂટ્યા તો બાદમાં બેટિંગમાં પણ તે ફ્લોપ સાબિત થયો હતો.

વિરાટ કોહલીએ પંજાબની ઈનિંગની 18મી ઓવરમાં નવદીપ સૈનીના બોલ પર રાહુલનો કેચ છોડ્યો હતો અને તેનો ભરપૂર ફાયદો ઉઠાવતા રાહુલે 19મી ઓવરમાં ફાસ્ટ બોલર ડેલ સ્ટેનની ઓવરમાં 3 સિક્સ અને બે ફોર ફટકારીને 26 રન બનાવ્યા હતા. એટલું જ નહીં વિરાટે છેલ્લી 20મી ઓવર શિવમ દુબેને આપી હતી. જેમાં પણ રાહુલે 23 રન બનાવીને ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *