ગુજરાતમાં વિરોધ કરવાનો સરકાર છિનવી રહી છે હક, પોલીસે એટલી બળજબરી કરી કે ફાટી ગયો શર્ટ

રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ફી માફી અને કૃષિ બિલના વિરોધમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અમરેલી સીટી પોલીસ અટકાયત કરી હતી. જો કે આ સમયે પરેશ ધાનાણી આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. નોંધપાત્ર છે કે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ ધરણા શરૂ કર્યા હતા. અટકાયત થયા બાદ જામીન પર છૂટવાનો પણ ઇન્કાર કર્યો હતો. પરેશ ધાનાણીએ અટકાયત મુદ્દે સરકાર સમક્ષ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. આ તરફ અમરેલીમાં કોંગી આગેવાનોની પણ ધરણા પર બેસે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અમરેલી સીટી પોલીસ અટકાયત કરી

ઉલ્લેખનીય છે કે વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. નોંધનીય છે કે આ ઝપાઝપીમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનો શર્ટ ફાટી ગયો હતો. સાથે સાથે કોંગી આગેવાનોની પણ પોલીસે અટકાયત કરતા પોલીસની ગાડીને રોકીને કોંગી કાર્યકરોએ વિરોધ કર્યો હતો… જો કે કોંગ્રેસે નેતા પરેશ ધાનાણીએ જામીન લેવાનો ઇનકાર કર્યો હતો.

જો કે કોંગ્રેસે નેતા પરેશ ધાનાણીએ જામીન લેવાનો ઇનકાર કર્યો

રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ફી માફી અને કૃષિ બિલના વિરોધમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો. અમદાવાદમાં કોંગ્રેસના નેતા અને કાર્યકરો દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે દરમ્યાન પોલીસ દ્વારા અમિત ચાવડા અને કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી.. તો બીજી તરફ અમરેલીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા તેઓ પોલીસ સ્ટેશનમાં ધરણાં પર બેસી ગયા.

વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે ઝપાઝપી દરમ્યાન ફાટ્યો શર્ટ

રાજકોટમાં પણ બેડી યાર્ડ પાસે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યો.  કોંગ્રેસના કાર્યકરો દેખાવો કરતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામા આવી.. મોરબીમાં પણ કોંગ્રેસ આક્રમક મુડમાં જોવા મળી હતી.  પોલીસે મોરબીમાં પણ કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. તો આ તરફ સુરતમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ પુણાગામ એપીએમસી માર્કેટ બહાર ઉગ્ર દેખાવ કર્યો હતો. જેથી મહિલા કોંગ્રેસી કાર્યકરો સહીત નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *