ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર ખેલાડી કરવા જઈ રહ્યો હતો આત્મહત્યા, અને પછી જે થયું તે જાણીને….

પાછળના કેટલાક અઠવાડિયાઓ પર નજર નાખીએ તો એક જ વાત નજરે ચડે છે અને તે છે ભારતમાં ડિપ્રેશન અને તેના કારણે બની રહેલી ઘટનાઓ.લગભગ એકાદ મહિના પહેલા જ સુશાંતસિંહ રાજપૂત સાથે પણ આવું જ બન્યુ હતું. એ વાત સાચીજ છે કે ભારતમાં ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્ય પર કોઈ ખાસ ચર્ચા થતી નથી અને તેને મામુલી ચીઝની જેમ અવગણવામાં આવે છે.પણ આ એક અગત્યનો મુદ્દો છે.

દેશની કેટલીક દિગગજ હસ્તીઓ પણ આ અંગે ઘણું બધું કહી ચુકી છે.જેમાં કેટલાક ક્રિકેટર પણ સામેલ છે.ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ આ અંગે બોલી ચુક્યા છે.પણ આજે અમે તમને જાણવા જઇ રહ્યા છીએ તે ક્રિકેટર વિશે જે પોતાની રિવોલ્વરથી જ પોતાનું જીવન સમાપ્ત કરવા માંગતો હતો.આખરે તેમની સાથે એવું તો શું બન્યું હતું જેથી તે જીવન ટૂંકાવા માંગતા હતા?

આવું કરવાનું શુ કારણ?

આ ક્રિકેટર વર્ષ 2012 પછી સતત ટીમની બહાર રહ્યા હતા અને માત્ર IPL માં જ જગ્યા મેળવી શક્યા હતા.પરંતુ ટીમથી સતત બહાર રહ્યા બાદ તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા અને પોતાની જાતને રિવોલ્વર મારીને આત્મહત્યા કરવા માંગતા હતા.

કોણ છે આ ક્રિકેટર??

એક જમાનામાં સ્વિન્ગના જાદુગર તરીકે ઓળખાતા આ દિગ્ગજ ક્રિકેટર ટિમ ઇન્ડિયા તરફથી 6 ટેસ્ટ,68 વનડે અને 10 t20 રમી ચુકેલો છે.અને તેની ગણતરી વિશ્વના કંજૂસ બોલરોમાં થાય છે.આ ક્રિકેટર બીજું કોઈ નહીં પણ પ્રવિણકુમાર છે. હા,ચોકી ગયાને તમે?

તો પછી એવું શું બન્યું કે તેમણે આત્મહત્યા કરવાનું ટાળ્યું?

પ્રવીણે કહ્યું હતું કે “જ્યારે હું ગાડી લઈને હરિદ્વાર જઇ રહ્યો હતો ત્યારે હાઇવે પર જ મારી રીવોલ્વરથી હું આત્મહત્યા કરવા માંગતો હતો પણ ગાડીમાં મારા બાળકોના ફોટા જોઈને હું આ કારી શક્યો નહીં.મેં મારી જાતને કહ્યું હતું કે,આ બધું શું છે,પૂરું કરો,પરંતુ મારા બાળકના ફોટા જોઈને હું તે કરી શક્યો નહીં.” હું તેમને છોડી શક્યો નહીં.મારે મારો વિચાર બદલવો પડ્યો.આખરે ભારતમાં ડિપ્રેશનની કલ્પના જ ક્યાં છે?મેરઠમાં તેના વિશે કોઈ જાણતું નથી.મને આ વિશે વાત કરવા માટે કોઈ મળ્યું નહિ.મારો સ્વભાવ વધારે ચિડીયો બનતો ગયો.

“પ્રવીણકુમાર છેલ્લે આઈપીએલમાં પ્રોફેશનલ ક્રિકેટમાં રમ્યો હતો.તે સમયે તે ગુજરાત લાયન્સ ટીમમાં હતો.પ્રવીણે 2007 માં ભારત માટે પહેલી મેચ રમી હતી.પાકિસ્તાન સામે જયપુર વનડેમાં તેને પ્રથમ વખત રમવાની તક મળી. આ પછી, તેણે 2008 માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટી 20 મેચ રમી હતી. ત્યારબાદ 2011 માં તેને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી. કિંગ્સ્ટન ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કરવાની તેને તક મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *