ગુજરાતમાં “હાથરસ કાંડ” જેવી ઘટના, સુરતની યુવતીની હાલત સંભાળી રૂવાંડા ઉભા થઇ જશે…

હાથરસકાંડની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, તેવા સમયે ગુજરાતમાં ફરી એક વાર યુવતી સાથે કંઈક અજુગતું થયું હોય તેવી એકઘટના સામે આવી છે. આ ઘટનામાં શરીરે સંખ્યાબંધ ગંભીર ઈજા અને લોહીથી લથપથ એક યુવતી ગંગાધરા રેલવે સ્ટેશન નજીકના ગંગાપુર ફાટક પાસેની એક ઝાડીમાંથી મળી આવતા ચરચાર મચી જવા પામી છે. તેણીને 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાય હતી. યુવતીની ગંભીર હાલતમાં લવાતા તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

સાંજે 6 વાગયે અજાણી યુવતીને 108 મારફતે સુરત સિવિલમાં ખસેડવામાં આવી હતી. હાથ અને પગમાં ફ્રેક્ચર, જાંગ અને હોઠ પર ગંભીર ઈજા તેમજ એક કરતાં વધુ દાંત તૂટેલા હોવા સાથે યુવતીના ગુપ્ત ભાગે પણ ગંભીર ઈજા જોઈ ફરજ પર હાજર તબીબો ચોંકી ઉઠ્યા હતા. યુવતીની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

સોમવારે સાંજે 6 વાગ્યાની આસપાસ સુરત સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં અંદાજે 30 વર્ષીય એક અજાણી યુવતીને 108 મારફતે લાવવામાં આવી હતી. યુવતી ગંગાધરા રેલવે સ્ટેશન નજીક આવેલા ગાંગપુર ફાટક પાસે ગંભીર હાલતમાં પડી હોવાની જાણ સ્ટેશન માસ્ટરને થતાં તેમણે આરપીએફ અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે ઘસી જઈ યુવતીને સારવાર અર્થે સિવિલમાં ખસેડી હતી.

યુવતીને ડાબા પગે અને જમણાં હાથમાં ફ્રેક્ચર છે. ઉપરાંત એક કરતાં વધુ દાંત તૂટેલા છે. તેણીના હોઠ અને મોઢાના ભાગે પણ ગંભીર ઈજા પહોંચી છે. એટલું જ નહીં, યુવતીના ગુપ્ત ભાગે પણ ગંભીર ઈજા પહોંચી છે. મોડી રાત્રે પલસાણા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર અને આરપીએફના જવાનો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. શરીરે સંખ્યાબંધ ફ્રેક્ચર હોવા સાથે યુવતીને હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. વધુમાં તબીબોએ આશંકા વ્યક્ત કરી હતી કે, ગુપ્ત ભાગે ઈજા થઈ હોવાથી યુવતી સાથે કંઈક અજુગતું થયું હોવાની સંભાવના છે.

આ ઘટનામાં108ના કર્મચારીએ જણાવ્યું હતું કે, અમને કોલ ટ્રેન અકસ્માતનો મળ્યો હતો. ઘટના સ્થળે ગયા બાદ યુવતી બેભાન અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ઝાડીઓ વચ્ચે પડી હતી. ગુપ્તભાગે લોહી નીકળતી હાલતમાં મહિલાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. મહિલાના હાથે પગે ફ્રેક્ચર અને મોઢા પર ગંભીર ઇજાઓ દેખાય રહી હતી. ઘટનાની ગંભીરતાને લઈ પલસાણા અને રેલવે પોલીસ બન્નેને જાણ કરાઈ હતી.

મહિલાના શરીર પર મલ્ટીપલ ઇજાઓ હતી. જાંઘ, માથાના ભાગે ઈજા, હોઠ કપાયેલી હાલતમાં હતા અને ગુપ્તભાગેથી લોહી નીકળતું હતું. તમામ ઇજાઓ 24 કલાક પહેલાંની હોવાનું કહી શકાય છે. ઇજાગ્રસ્ત યુવતીની મહિલા પરિચરિકાને સાથે રાખી તપાસ કર્યા બાદ એવી આશંકા લાગી રહી છે કે, અજાણી મહિલા પર દુષ્કર્મ આચરીને ફેંકી દેવાય છે. એટલું જ નહીં પણ આ મહિલા માનસિક બીમાર હોવાનું પણ લાગી રહી છે. જેથી આ મહિલાને ગાયનેક, સર્જરી સહિત અનેક વિભાગમાં રીફર કરી અભિપ્રાય માગવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *