સુરત:ટ્યુશન સંચાલકે સરકારને બાયપાસ કરી, 100 જેટલા વિદ્યાર્થી સાથે ટ્યુશન કરી દીધું શરુ…

રાજ્યમાં corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં corona વાયરસના 1175 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1414 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં Covid-19ના કારણે 11 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3598 પર પહોંચી ગયો છે. તો હાલમાં 79 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,36,541 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 50,993 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 51,65,670 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,74,682 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,74,441 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 241 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

સુરતમાં ટ્યુશન ક્લાસીસ ચાલુ જોવા મળ્યા

Coronaકાળમાં હજુ શાળાઓ ચાલુ થઈ નથી. ટ્યુશન ક્લાસીસો ખુલ્યા નથી. પરંતુ સુરતના ઉધનામાં કોવિડ-19ની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતા ટ્યુશન ક્લાસીસ ચાલુ જોવા મળ્યા હતા. ઉધનાના ગાયત્રીનગરમાં આવેલા સરસ્વતી ક્લાસીસના સંચાલક ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા. અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ જોવા મળ્યો..થોડા પૈસા કમાવવા માટે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. એક જ ક્લાસીસમાં 100થી વધુ બાળકો એક જ ક્લાસીસમાં જોવા મળ્યા હતા.

સમગ્ર ગુજરાતનો કોરોનાગ્રાફ

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા – 1175
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 155098
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 11
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1414
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 1,36,541
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14,959

સતત ચોથા દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધુ : સૌથી વધુ સુરતમાં 252 કેસ, અમદાવાદમાં 182 કેસ, રાજકોટમાં 105 કેસ, વડોદરામાં 117 કેસ,જામનગરમાં 85 કેસ,ગાંધીનગરમાં 46 કેસ,જૂનાગઢમાં 41 કેસ, મહેસાણામાં 37 કેસ, અમરેલીમાં 28 કેસ, ભરૂચમાં 25 કેસ,સુરેન્દ્રનગરમાં 23 કેસ, કચ્છ અને ભાવનગરમાં 20-20 કેસ કેસ નોંધાયા.

રાજકોટમાં Coronaનો કેર યથાવત છે. ત્યારે કોરોનાથી વધુ સાત દર્દીઓના મોત થયા. ગઈ કાલે પાંચ દર્દીના મોત થયા હતા. આમ બે દિવસમાં 12 દર્દીઓના Coronaથી મોત થયા છે. જોકે, Coronaના દર્દીઓના મોત અંગેનો આખરી રિપોર્ટ ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે.

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો

રાજ્ય સભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો થયો છે. તેઓ છેલ્લા ઘણાં દિવસોથી Coronaનું સક્રમણ લાગ્યા બાદ સારવાર લઈ રહ્યા છે. તેમના ભાઈ નીતિન ભારદ્વાજ ચેન્નાઈ પહોચ્યા છે. ભારદ્વાજની સારવાર ચેન્નઈના ડોક્ટર બાલકૃષ્ણન કરી રહ્યા છે. હવે તેમને ફિજીયોથેરાપી સારવાર કરવામાં આવશે.

Coronaને કારણે મંદિરો રહેશે બંધ

Coronaકાળમાં પહેલા ગરબા પર પ્રતિબંધ અને હવે નવરાત્રિ પર પાવાગઢ સહિતના મંદિરો બંધ રહેવાના છે. જેને લઈને ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા આપતા કહ્યું કે, રાજ્ય સરકારે એક પણ મંદિર બંધ કરવાનો નિર્ણય કર્યો નથી.પરંતુ નવરાત્રિ પર શક્તિપીઠો સહિતના મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી મંદિર ટ્રસ્ટીઓએ જ  મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, નવરાત્રિ દરમિયાન જે મંદિરો બંધ રહેશે ત્યાં પણ પૂજા, આરતી અને હવન સહિતની ધાર્મિક ક્રિયાઓ યથાવત રહેશે. રાજ્ય સરકારે તો કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ મંદિરો ખોલવાનો અગાઉ નિર્ણય કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *