ખુશખબરી: ગુજરાતમાં શરુ થવા જઈ રહ્યું છે કોરોના વેક્સીનનું ટ્રાયલ, દસ હજાર દર્દીઓને થશે મોટો ફાયદો..

રાજ્યની પાંચ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલની આગામી સમયમાં ભારત બાયોટેક, હૈદરાબાદ દ્વારા વિકસાવવામાં આવી રહેલી કોવાક્ષીન-ટીએમ નામક કોવિડ-૧૯ની વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવી છે. વેક્સિનની ટ્રાયલ ક્યારે શરૂ થશે તે હજુ સુધી જાહેર થયું નથી. પરંતુ ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ થશે તેમ જાણવા મળે છે. મેડિકલ કોલેજોને ટ્રાયલ માટે જરૂરી તૈયારી કરવા આદેશ અપાયા છે. આશરે પાંચથી દસ હજાર દર્દી અને નોર્મલ વ્યક્તિઓને વેક્સિન આપીને ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે તેવું નિષ્ણાતોનું માનવું છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજે પત્ર મોકલીને પાંચેય મેડિકલ કોલેજને જાણ કરાઈ છે. પાંચ પૈકી ચાર કોલેજ અમદાવાદની અને એક ગાંધીનગરની છે. પત્રમાં કોલેજોને જણાવાયું છે કે ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ, હૈદરાબાદ દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી, પૂણેના પરામર્શમાં રહીને સંપૂર્ણ રીતે સ્થાનિક એવી કોવાક્ષીન-ટીએમ નામની કોવિડ-૧૯ની રસી વિકસીત કરેલ છે. ભારત બાયોટેક દ્વારા ક્લિનિકલ ટ્રાયલ માટે ફેઝ-૩ માટે ગુજરાતમાં પાંચ શૈક્ષણિક સંસ્થા સંલગ્ન હોસ્પિટલની પસંદગી કરવામાં આવી છે. આ કોલેજોને સંલગ્ન હોસ્પિટલોમાં ક્લિનિકલ ટ્રાયલ માટે જરૂરી આગોતરું આયોજન કરવા અને ભારત બાયોટેકને સહકાર આપવા જણાવાયું છે.

વેક્સિન આપ્યા પછી શું થશે ? 

વેક્સિન આપ્યા બાદ શરીરમાં એન્ટિ બોડી પેદા થશે. જે કોરોના વાઈરસ સામે લડવાની શક્તિ આપશે. શરીરમાં વાઈરસનો લોડ ઘટશે. બ્લડની અંદર પ્લાઝમા હોય અને તેની અંદર એન્ટિ બોડી બને. એન્ટિ બોડી બન્યા કે નહીં તેની જાણ સીરમ લીધા બાદ ખબર પડશે.

આ પાંચ મેડિકલ કોલેજની પસંદગી 

  1. બી.જે.મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, અમદાવાદ
  2. GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, સોલા અમદાવાદ
  3. GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, ગાંધીનગર
  4. એમ.કે. શાહ મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર, ચાંદખેડા, અમદાવાદ
  5. SGVP મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, અમદાવાદ

વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલમાં શું શું થશે ? 

  • વેક્સિનની ટ્રાયલ લેતા પહેલાં દર્દીની સંમતિ લેવામાં આવશે
  • જે દર્દીઓ ક્રિટીકલ છે, ફેફસા ખરાબ થયા છે, જે દર્દીમાં રિકવરી આવતી નથી તેની પસંદગી થશે.
  • વેક્સિનની ટ્રાયલ માટે કંટ્રોલ ગ્રુપ અને વોલન્ટરી ગ્રુપ પાડવામાં આવશે.
  • બંને ગ્રુપના દર્દીઓને વેક્સિન આપ્યા પછી શું અસર થાય છે તે તપાસવામાં આવશે.
  • વેક્સિન આપ્યા પછી ચારથી માંડીને છ સપ્તાહ સુધી તેની અસરો ચેક થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે કોરોના મહામારીને લઈને એક મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં કોરોનાના ટેસ્ટ (Corona Test) અને સીરો સર્વે(, Sero Surveys)માં વધારો કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. સાથે જ આવનાર ભવિષ્યમાં કોરોનાની વેક્સીન (Corona Vaccine)ની કિંમતને લઈને પણ મહત્વનો નિર્ણય લેવાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં કહ્યું હતું કે, સૌકોઈ માટે ઓછી કિંમતે નિયમિત રીતે અને ઝડપથી કોરોનાના ટેસ્ટની જેમ બને તેમ ઝડપથી પુરી પાડવા કહ્યું છે. પીએમ મોદીએ એ વાત પર ભાર આપ્યો હતો કે, દેશ તમામ દેશવાસીઓ માટે સરળતાથી અને ઓછી કિંમતે કોરોનાની તપાસ, તેની વેક્સીન અને સારવાર પુરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. કોરોના વાયરસ મહામારી સામેના જંગમાં સતત નજર રાખવા અને ઉચ્ચ સ્તરે તૈયારી કરી રાખવાનું આહ્વાન કરતા વડાપ્રધાન નરેન્દ્દ મોદીએ હેલ્થ ઓથોરિટીઝને નિર્દેશ આપ્યા છે કે, તે કોરોનાના ટેસ્ટ અને સીરો સર્વે વધારે.

કોરોના વાયરસના રિસર્ચ અને તેની વેક્સીન બનાવવાની પ્રક્ર્રિયામાં પ્રગતિની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા ખુદ વડાપ્રધાન મોદીએ પોતે કરી હતી. જેમાં તેમણે સતત અને વૈજ્ઞાનિક તપાસની સાથો સાથ પારંપારિક સારવારની પદ્ધતિઓના મહત્વ પર પણ ભાર આપ્યો હતો. આ મુશ્કેલીના સમયમાં વડાપ્રધાને આયુષ મંત્રાલય તરફથી પુરાવા આધારીત રિસર્ચ અને વિશ્વસનીય સમાધાન આપવાના પ્રયાસોના પણ વખાણ કર્યા હતાં. બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન, નીતિ આયોગના સભ્ય (હેલ્થ), પ્રિંસિપલ સાઈંટિફિક એડવાઈઝર, અનેક વરિષ્ઠ વૈજ્ઞાનિક અને બીજા અધિકારીઓ શામેલ થયા હતાં.

ભારતમાં કોરોના કેસનો ગ્રાફ સુધર્યો, રિકવરી રેટમાં જબ્બર ઉછાળો

પીએમ મોદીએ કોરોનાના પડકાર સામે લડવા ઈંડિયન વેક્સીન ડેવલપર્સ અને નિર્માતાઓ તરફથી કરવામાં આવી રહેલા પ્રયાસના ભારોભાર વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, સરકાર આ પ્રકારના તમામ પ્રયાસોમાં ભરપુર સાથ અને સમર્થન આપવાનું યથાવત રાખવા પ્રતિબદ્ધ છે. તેમણે હેલ્થ મિનિસ્ટ્રી તરફથી વેક્સીનના વિતરણની વ્યાપક તૈયારી વિષેની યોજનાની જાણકારી લીધી હતી. સ્વાસ્થ્ય મંત્રાલય પર્યાપ્ત માત્રામાં વેક્સીનની માત્રા સુનિશ્ચિત કરવા, તેને મોટા પાયે સ્ટોર કરવાની ટેકનિક વિકસીત કરવા અને વેક્સીનની અસરકારક ડિલિવરી સુનિશ્ચિત કરવાના માળખા પર કામ કરી રહ્યું છે.

ઉલ્લેખની છે કે, કોરોના વાયરસના કેસ દ્દેશના દરેક રાજ્ય અને ખુણે ખુણે રહેલા છે. કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે અને તેનો રિકવરી રેટ ખુબ જ વધ્યો છે જે રાહતના સમાચાર છે. હવે વેક્સીનની દિશામાં અને તેની વહેંચણીને લઈને સરકાર બ્લુપ્રિંટ બનાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *