સોમવાર પછી પણ અમદાવાદમાં દિવસે કરફ્યુ ચાલુ રહેશે કે નહીં તે અંગે નીતિન પટેલે આપ્યા સંકેત

કોરોના વધવાના (coronavirus) કારણે તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં (Ahmedabad) 60 કલાકનું કડક કર્ફ્યૂ (curfew) લાદવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકથી કર્ફ્યૂનો કડક પણે અમલ થઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદ સાથે રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રિ કરર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે.

જોકે, આ તમામ ઘટનાક્રમની વચ્ચે લોકોની ચિંતામાં વધારો થયો છે. લોકોને કર્ફ્યૂ લંબાશે તેવો ભય છે. આ સ્થિતિમાં જનતામાં પેનિક સર્જાયું છે. જોકે, ગાંધીનગરથી અમદાવાદીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે.

રાજ્યના નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ અંગે સ્પષ્ટતા કરી છે કે અમદાવાદમાં કર્ફ્યૂ લંબાવવા અંગે હાલ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી ન તો કોઈ ચર્ચા છે. એટલે કે અમદાવાદમાં સવારે 6.00 વાગ્યાથી કર્ફ્યૂ સમાપ્ત થઈ જશે. જોકે, સરકાર અમદાવાદ સાથે અન્ય શહેરોના રાત્રિ કર્ફ્યૂને શરૂ રાખશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે સોમવારથી દિવસનો કર્ફ્યૂ હટી જશે, રાત્રિનો કર્ફ્યૂ યથાવત રહેશે. કોરોનાની રસી અંતિમ તબક્કામાં છે. મંગળવારે વડાપ્રધાન સાથે રસી અંગે મીટિંગ છે.

દરમિયાન અમદાવાદીઓએ પણ જાણે કોરોના સામેના જંગમાં સ્વયંભૂ શિસ્ત પાળીને કરફ્યૂને સમર્થન આપ્યું હોય તેવું દેખાતુ હતું પરંતુ થોડા લોકોએ કરફ્યૂનો ભંગ કરવાના કિસ્સા સામે આવ્યા હતા. કરફ્યૂના પ્રથમ દિવસે શહેરભરમાં આવશ્યક ચીજવસ્તુઓ અને મેડિકલની દુકાનો સિવાય તમામ ઓફિસ, બજારો બંધ રહ્યાં હતા. આ સાથે શહેરમાં છેલ્લા 24 કલાકમાં પોલીસે 315 જાહેરનામાના ભંગના ગુના નોંધ્યા છે. જ્યારે આ મામલે 343 આરોપીઓની અટકાયત કરી છે.

રાજ્યમાં દિવાળી (Diwali) પહેલાની ખરીદી અને રજાઓમાં લોકો કોરોનાની ગાઇડલાઇનને બાજુ પર મુકીને મનભરીને ઘરની બહાર નીકળ્યા છે. ત્યારે દિવાળી બાદ કરોના સંક્રમણનાં કેસોમાં ધરખમ વધારા થયા છે. જેમાં શનિવારે ગુજરાતમાં (Gujarat) કોરોના વાયરસના (Coronavirus)1515 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1271 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 9 દર્દીઓના મોત થયા છે.

રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3846 થયો છે. આ આંક ઘણો વધારે છે. આ કોરોના કેસનાં વધતા આંક સાથે દર્દીઓ માટે મેડિકલ ઓક્સિજન (Oxygen) અને કોરોનાની સારવાર (corona treatment) માટેની દવાઓનો વપરાશ વધારે થયો છે. દિવાળી પછીનાં પાંચ દિવસોમાં ઓક્સિજનનો વપરાશ દૈનિક 30 મેટ્રિક ટન જેટલો વધી ગયો છે. જેના કારણે રાજ્ય સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગયા છે.

અમદાવાદમાં (Ahmedabad) એકતરફ કોરોનાવાયરસનાં (Coronavirus) સંક્રમણનો રાફડો ફાટ્યો છે. જેથી શુક્રવારે રાતે 9 કલાકથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ (Ahmedabad curfew) લગાવવામાં આવ્યો છે. આ દરમિયાનમાં એક સારા સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદની હવા (Air) શુદ્ધ બની છે. કરફ્યૂને કારણે 24 કલાક વાહન વ્યવહાર બંધ રહેતા હવામાં પ્રદુષણનું (air pollution) પ્રમામ ઘટ્યું છે. શનિવારે અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (air quality index) 88 પર આવી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *