2021માં ગુરુ કરશે કુંભ રાશિમાં પ્રવેશ, આ રાશિના લોકો માટે “હો જાયેગી બલ્લે બલ્લે”

Religion

કોરોનાના કારણે વર્ષ 2020 ખુબજ મુશ્કેલી ભર્યુ રહ્યુ હવે 2021 તરફ સૌની મીટ મંડાયેલી છે આગામી વર્ષમાં ખુશીઓ આવે અને સૌની તકલીફો દૂર થાય અવુ સૌ કોઇ ઇચ્છી રહ્યા છે. આગામી વર્ષ 2021માં દેવગુરુ બૃહસ્પતિ તેનુ રાશિ પરિવર્તન કરશે જેના કારણે કેટલાક લોકોનો ભાગ્યોદય થશે તો કેટલાક લોકો પાયમાલ થઇ જશે.

2021 માં ગુરુ સંક્રમણનો સમય અને તારીખ
દેવગુરુ બૃહસ્પતિ jupiter transit તેની નીચ રાશિ મકરની યાત્રા સમાપ્ત કરીને 05 એપ્રિલ 2021ના ​​મધ્યરાત્રિએ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. 13 સપ્ટેમ્બર સુધી આ રાશિ પર રહ્યા પછી, વક્રી અવસ્થામાં પુન: મકર રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં દેવગુરૂ 20 નવેમ્બર 2021 સુધી રોકાશો. તે પછી, તે ફરી સંક્રમણ કરી માર્ગી થઇ ને કુંભમાં પ્રવેશશે. તમામ રાશિના કાર્ય અને વ્યવસાયમાં નુકસાન અને નફા ઉપરાંત તેમની રાશિના પ્રભાવની અસર શાસન અને ન્યાયિક પ્રક્રિયાને પણ થાય છે.

2021 માં ગુરુનો પ્રભાવ
ગુરુ ધર્મશાસ્ત્ર અને જ્ઞાન આપનાર છે. તેમના અનંત જ્ઞાનથી પ્રસન્ન ભગવાન શિવે તેમને દેવતાઓ અને ગ્રહોના ગુરુ તરીકે નિયુક્ત કર્યા. આથી ગુરૂ લગ્ન, સંતાન સુખ, શિક્ષણમાં સફળતા, સ્પર્ધા, ન્યાયિક પ્રક્રિયા, આધ્યાત્મિક ગુરુઓ, યાત્રાધામો કેન્દ્રો, પવિત્ર નદીઓ, ધાર્મિક સાહિત્ય, શિક્ષકો, જ્યોતિષીઓ, દાર્શનિક, લેખકો, કલાકારો અને નાણાકીય સંસ્થાઓમાં કાર્યરત વ્યક્તિઓનો કારક છે. ધન રાશિ અને મીન રાશિનો સ્વામી એ કર્ક રાશિ પર ઉચ્ચ રાશિનો અને મકર રાશિમાં નીચ રાશિનો છે.

કુંડળી પર ગુરુનો પ્રભાવ
કુંડળીમાં, તેઓ બીજા, પાંચમા, નવમા અને અગિયારમા સ્થાનમાં વધુ અનુકૂળ છે. શક્તિશાળી ગુરુનો પ્રભાવ ધરાવતો જાતક કરુણાપૂર્ણ, અન્યને મદદગાર, ધાર્મિક અને માનવ મૂલ્યોને સમજવા માટે હોશિયાર છે. તેમની પાસે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સરળતાથી રસ્તો કાઢી અને આગળ વધવાની સમજવાની ક્ષમતા છે. આવા લોકો રચનાત્મક લોકો હોય છે, જેના કારણે સમાજમાં તેમનો વિશેષ આદર હોય છે. કુંભ રાશિ પર તેમના આગમનના શુભ પરિણામો મળશે.

કઇ રાશિ પર કેવો પ્રભાવ
ગુરૂના રાશિ પરિવર્તનથી jupiter transit કુંભ, કન્યા, ધન, વૃષભ રાશિમાં શુભ પરિણામ લાવશે તો મિથુન, કર્ક, મેષ, તુલા માટે મુશ્કેલીનો સમય લાવશે. બાકીની રાશિ માટે મિશ્રિત ફળ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *