
જો ઈમ્યુન સિસ્ટમ થઈ જાય કમજોર તો ખાવ આ સુપર ફૂડ
લસણ અને મધ એક ખૂબ જ જૂની દવા છે, જેને પહેલાના લોકો મોટા-મોટા રોગો દૂર કરવા માટે ખાતા હતા. જો તમે હમેશા બીમાર રહો છો અને થાકના કારણે કોઈ કામમાં તમારુ મન નથી લાગતું તો એના સ્પષ્ટ અર્થ છે કે તમારુ ઈમ્યુન સિસ્ટમ નબળુ પડી ગયુ છે.
જો ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ જાય તો માણસને સેંકડો રોગ ઘેરે છે પણ શું તમે જાણો છો લસણ અને મધને એક સાથે મિક્સ કરી ખાવાથી એ એંટીબાયોટિકનું કામ કરે છે. આ એક પ્રકારનું સુપર ફૂડ છે.

લસણ અને મધનું મિશ્રણ કરવાથી શક્તિમાં વધારો થાય છે અનેરોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવી દે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાથી, શરીર ઋતુ પરીવર્તનથી થતી બિમારીથી કોઈ રોગ થતો નથી.
આ મિશ્રણ ખાવાથી ધમનીઓમાં જમા થયેલી ચરબી દૂર થાય છે, જે લોહીના પ્રવાહને હૃદય સુધી યોગ્ય રીતે પહોંચી શકે છે. આનાથી હૃદયને સુરક્ષા મળી રહે છે.
આ મિશ્રણ લેવાથી ગળામાં ચેપ દૂર થાય છે કારણ કે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા છે. તે ગળામા થયેલા સોજા અને ગળામાં થતી બળતરા દૂર કરવામાં સહાયતા કરે છે.તે એક કુદરતી ડિટોક્સ મિશ્રણ છે, જેને આરોગવાથી શરીરમાંથી ગંદકી અને દૂષિત પદાર્થોને દૂર કરે છે.

જો કોઈને ડાયેરીયા થઈ રહ્યા હોય, તો તેને આ મિશ્રણ ખવડાવો. આ તેની પાચક શક્તિમાં સુધારણા કરશે અને પેટના ચેપને દૂર કરશે.આ મિશ્રણને ખાવાથી શરદી અને સાઇનસની પીડા પણ ઘણા અંશે ઓછી થઈ જાય છે. આ મિશ્રણ શરીરની ગરમીમાં વધારો કરે છે અને રોગોને દૂર રાખવામાં સહાયતા કરે છે.
ફંગલ ચેપ શરીરના ઘણા ભાગોમાં હુમલો કરે છે, પરંતુ આ મિશ્રણ, એન્ટીબેક્ટેરિયલ ગુણથી ભરેલું છે, બેક્ટેરિયાને દૂર કરીને શરીરનું રક્ષણ કરે છે.
Leave a Reply