લાલ કિતાબનો આ ઉપાય કરશે પૈસાની તંગી ને ગ્રહદોષ ઝડપથી દૂર..જાણો કંઈ રીતે…

Religion

જ્યોતિષીય ઉપાયો માટે ઘણાં પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ છે. પરંતુ આ બધા પુસ્તકોમાં ચમત્કારી ઉપાયો માટે લાલ કિતાબ ઘણી પ્રચલિત છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી વિદ્યાઓ પ્રચલિત છે, જેનાથી કોઈ પણ વ્યક્તિના વિષયમાં સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી શકાય છે અને દુઃખ દૂર કરવાનો ઉપાય સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. આજે અમે તમને લાલ કિતાબના કેટલાક એવા ઝડપી ફળ આપનારા અને ચમત્કારી ઉપાય બતાવીશું. જે તમે દૈનિક જીવનમાં સરળતાથી ઘરે પણ કરી શકો છો અને તમારી સમસ્યા પ્રમાણે તેનો ઉપાય પણ જાણી શકો છો.

લાલ કિતાબમાં ઘણાં અચૂક ઉપાય આપવામાં આવેલા છે, જેનાથી જીવનની બધી સમસ્યાઓ, પૈસાની સમસ્યા, ગ્રહદોષ વગેરે દૂર કરી શકાય છે. જેમ કે ગ્રહદશા દૂર કરવાના ઉપાય કે જેનાથી કોઈ ગ્રહ નડતો હોય તો તેના ઉપાયથી ગ્રહદશા દૂર થતા જ વ્યક્તિને સારા પરિણામ મળવા લાગે છે. સાથે રોગો દૂર કરવા માટે વિશેષ ઉપાય કરવાથી રોગ દૂર થાય છે.

એટલુ જ નહીં વિદ્યા પ્રાપ્તિ હોય કે ધન પ્રાપ્તિ કે સંતાનપ્રાપ્તિ બધા જ ઉપાયો લાલ કિતાબમાં દર્શાવેલા છે. જો તમે પણ કોઈ વાતે દુઃખી હોય તો લાલ કિતાબના ઉપાય અજમાવી શકો છો. પણ શરત એટલી કે તમારે કોઈપણ ઉપાય શ્રદ્ધાથી જ કરવો જોઈએ નહીંતર તે ઉપાય નિષ્ફળ જઈ શકે છે.

લાલ કિતાબમાં નવગ્રહોની શાંતિ માટે કેટલાંક જ્યોતિષીય ઉપાયો દર્શાવ્યા છે જેમ કે- સૂર્ય – ઘઉં અને તાંબાનું દાન ધર્મસ્થાનમાં કરવું. ચંદ્ર – દૂધ અને ચોખાનું દાન ધર્મસ્થાનમાં કરવું. બુધ – લીલા આખા મગને વહેતાં જળમાં પ્રવાહિત કરવા. બૃહસ્પતિ – ચણાની દાળનું દાન મંદિરના પૂજારીને કરવું. શુક્ર – ઘી, દહીં, કપૂરનું દાન ધર્મસ્થાનમાં કરવું. શનિ – કાળા અડદનું દાન ભિખારીને કરવું. રાહુ – સરસવને વહેતા જળમાં પ્રવાહિત કરવું. કેતુ – તલને વહેતાં જળમાં પ્રવાહિત કરવા.

રોગમુક્તિ માટે-

ઘરના દરેક સદસ્ય અને અતિથિઓની સંખ્યાની ગણતરી કરી તેમાં ૧ જોડીને કુલ સંખ્યા અનુસાર ગળી રોટલી, દરેક મહિનામાં એક વખત કૂતરાં અને કાગડાઓને ખવરાવવી. એક કિલો હલવો અથવા માવો ત્રણ માસમાં એક વખત મંદિર કે ધર્મ સ્થાનમાં દાનમાં આપવો. બીમાર વ્યક્તિના વજન બરાબર જવ વહેતાં જળમાં પ્રવાહિત કરી દેવા.

પોતાના ભોજનમાંથી ગાય, કાગડા અને કૂતરાને ત્રણ ટુકડાઓ એક એક કરીને દરરોજ ખાવા નાખવા. રાત્રિના સમયે સૂતી વખતે થોડુંક જળ કોઈ વાસણમાં ભરીને સૂવાના ઓશિકા પાસે મૂકવું. પછી બીજા દિવસે જ્યાં તેનું અપમાન થાય નહીં તેવી જગ્યાએ નાખી દેવું. આવા જળને પોતાના ઉપયોગમાં ક્યારેય ન લેવું.

વિદ્યામાં વિઘ્ન દૂર કરવાને માટે-

૧૦૦ ગ્રામ છોડાવાળી બદામ લઈ તેમાંથી ૫૦ ગ્રામ ધર્મસ્થાનમાં રાખી લેવી અને ૫૦ ગ્રામ પોતાની પાસે લાલ કપડાંમાં બાંધી એક વર્ષ સુધી સુરક્ષિત રાખવી પછી એક વર્ષ બાદ તેને નદીમાં પ્રવાહિત કરી દેવી. આ ક્રિયા દરેક વર્ષે કરવી. એક સફેદ – કાળા કાંબળાનું દાન ધર્મસ્થાનમાં કરવું. ધાર્મિક પુસ્તકનું દાન ધર્મસ્થાનમાં કરવું. એક કેળાનું સતત ૪૦ દિવસો સુધી ધર્મસ્થાનમાં દાન કરવું.

આર્થિક તંગી અને દેવું વધતાં-

પોતાના ભોજનમાંથી દરરોજ કાગડાને રોટલી ખાવા નાખવી. રાતે સૂતી વખતે ઓશીકા તરફ પલંગની નીચે કોઈ વાસણમાં જવ રાખવા. સવારે ઊઠીને જાનવરોને ખાવા નાખી દેવા, અથવા ગરીબ લોકોમાં વહેંચી દેવા. ઘરમાં જે અતિથિ આવે તેમને મીઠાઈ અવશ્ય ખવરાવવી. આ ઉપાયો કરવાથી ઝડપથી દેવામાંથી છુટકારો મળે છે અને આર્થિક તંગી દૂર થાય છે.

સંતાન સંબંધિતઃ-

બાળકના જન્મ પહેલાં એક વાસણમાં દૂધ અને થોડીક મોરસ અથવા બીજા વાસણમાં ખાંડ ભરી સ્ત્રીના હાથનો સ્પર્થ કરાવી તે રાખી લેવી. બાળક થયા પછી આ સઘળી વસ્તુઓને વાસણ સહિત ધર્મસ્થાનમાં દાન કરી દેવું. કૂતરાનું નર બચ્ચું કે જે પોતાના સમયમાં એકલું જ પેદા થયેલું હોય તેને ઘરમાં રાખવાથી પરિવારની બરકત વધે છે.

પ્રાતઃ કાળે ભગવાન સૂર્યને નમસ્કાર કરતી વખતે એક કાચા સૂતરનો તાર લઈ તેમાં ૭ ગાંઠો ઓમ ગં ગણપતયે નમઃ મંત્ર જપતા વાળવી. આ તારને પછી સામે વાળા ખિસ્સામાં રાખવાથી કાર્ય અવશ્ય સફળ થશે. શુક્રવાર અને મંગળવારના દિવસે પીપળાનું દાંતણ કરવું અને દાંતણ કર્યા પછી ફરીને તેને પીપળાના વૃક્ષના મૂળમાં નાખી દેવું.

દરેક શુક્રવારના દિવસે નિયમપૂર્વક કોઈ ભૂખી વ્યક્તિને ભોજન કરાવવું અને શુક્રવારના દિવસે ૭૫૦ ગ્રામ ગોળ ગાયને ખવરાવવો. શકલ પક્ષમાં ગુરુવારના દિવસે જળકુંભી લાવીને પીળા કપડાંમાં તે બાંધી ઘરમાં લટકાવવાથી ધન – ધાન્યની બરકત થાય છે. રવિવારના દિવસે શુદ્ધ રોગની વીંટી પહેરવાથી જાડાપણું દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *