30 નવેમ્બર: આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો શું છે સૂતક કાળનો મુદ્દો અને કોને કોને થશે અસર…

Religion

વર્ષ 2020નું અંતિમ ચંદ્રગ્રહણ સોમવારે 30 નવેમ્બરના રોજ જોવા મળશે.આ એક ઉપછાય ચંદ્રગ્રહણ હશે. જ્યોતિષશાસ્ત્રીઓના મત મુજબ, આ ગ્રહણ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં થશે. જોકે, આ ગ્રહણ ભારતમાં જોવા નહિ મળે. તેનો પ્રભાવ લગભગ 15 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

ગ્રહણ કાળનું સૂતક

આ ગ્રહણ ચંદ્રનું ઉપછાયા ગ્રહણ છે. એટલે તેમાં સૂતક કાળ માન્ય નહિ હોય. સૂતક કાળ ચંદ્રગ્રહણના લાગવાથી 9 કલાક પહેલા શરૂ થાય છે. વગર સૂતક વાળા ગ્રહણ કાળનો પ્રભાવ પણ વધુ નથી હોતો.

શું છે સૂતક કાળ

ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા લગતા સૂતક કાળમાં શુભ કાર્ય ન કરવું જોઈએ. સૂતક કાળમાં પૂજા-પાઠ પણ ન કરવા જોઈએ. આ દરમ્યાન મંદિરના કપાત બંધ રહે છે, કહેવાય છે કે ગર્ભવતી મહિલાઓ સૂતક કાળમાં છોંક, તડકો, ધારદાર અને તીક્ષ્ણ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. સુર્યગ્રહણમાં સૂતક કાળ 12 કલાકનું હોય છે.

શું હોય છે ઉપછાયા ચંદ્ર ગ્રહણ

ચંદ્રગ્રહણ શરૂ થતા પહેલા ચંદ્ર ધરતીની ઉપછાયામાં પ્રવેશ કરે છે, જયારે ચંદ્ર પૃથ્વીની વાસ્તવિક છાયામાં પ્રવેશ કર્યા વગર જ બહાર નીકળી જાય છે ત્યારે તેને ઉપછાયા ગ્રહણ કહે છે. ચંદ્ર જયારે ધરતીની વાસ્તવિક છાયામાં પ્રવેશ કરે છે ત્યારે તે સંપૂર્ણ સિરે ચંદ્રગ્રહણ માનવામાં આવે છે.

ક્યાં જોવા મળશે ચંદ્ર ગ્રહણ

રિપોર્ટ્સ મુજબ, 30 નવેમ્બરના રોજ લાગનાર ચંદ્રગ્રહણ યુરોપ, ઓસ્ટ્રેલિયા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, પ્રશાંત અને એટલાન્ટિક મહાસાગર ઉપરાંત એશિયાના કેટલાંક ભાગમાં જોવા મળશે. ભારતમાં ચંદ્રગ્રહણ જોવા નહિ મળે.

ચંદ્ર ગ્રહણની તારીખ અને સમય

આ ચંદ્રગ્રહણ 30 નવેમ્બરના રોજ બપોરે 1 વાગીને 4 મિનિટે શરૂ થશે અને 30 નવેમ્બરે સાંજે 5 વાગીને 22 મિનિટે પૂર્ણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *