માસિક રાશિફળ: જૂન મહિનામાં આવનારા 15 દિવસમાં આ 4 રાશિના લોકો માટે ઉગશે સોનાનો સુરજ

Religion

મેષ રાશિ: કોરોના કાળમાં અઘરા પડકારની વચ્ચે મેષ રાશિના જાતકો માટે આ માસ ખૂબ જ રાહત અને ઊર્જા વાળો સાબિત થશે. મહિનાના પ્રારંભમાં કેટલીક મુશ્કેલીઓ છતાં પણ મેષ રાશિના જાતકો માટે આ મહિનો જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં નવા અવસર લઇને આવ્યો છે. જો તમે પહેલા કોઈ કાર્યને લઇને યોજના બનાવી રાખી છે. તો તેને મિત્રો અને શુભચિંતકો ની મદદથી સાકાર કરવામાં સફળ થઈ શકશે. કાર્યક્ષેત્રમાં લોકો તમારી પ્રતિભા ને માનસે. કરિયર કારોબાર માં થોડા ઘણા ઉતાર-ચઢાવ છતાં પણ તમારે પ્રગતિ તેમજ ઉન્નતિનો યોગ બનશે. જીવનસાથી તેમજ પરિવારજનો નો પૂરો સહયોગ મળશે. રાજનીતિથી જોડાયેલા લોકો ને મોટા પદ ની સાથે મોટી જવાબદારી મળી શકે છે. નોકરી કરતા લોકોને પણ પ્રમોશનનો યોગ બની રહ્યો છે. બેરોજગાર લોકોને રોજગાર ના નવા અવસર પ્રાપ્ત થશે. મહિનાના ઉત્તરાર્ધમાં ગુપ્ત શત્રુઓ થી સાવધાન રહેવાની જરૂર રહેશે.

વૃષભ રાશિ: વૃષભ રાશિના જાતકો માટે જૂન મહિનો ઘણી બધી ઉર્જા અને સમસ્યાઓને દૂર કરવા માટે આવી રહ્યો છે. ભૂમિ ભવન અથવા પૈતૃક સંપત્તિથી જોડાયેલા મામલામાં નિર્ણય તમારા હિતમાં હશે. સત્તાપક્ષ ની મદદથી તમે કોઈ પ્રશાસનની સમસ્યાને સમજાવવામાં સફળ થઈ જશો. મહિનાના પ્રારંભમાં કોઈ વરિષ્ઠ વ્યક્તિનો સંપર્ક લાભદાયી સાબિત થશે. જુન મહિનો એ લોકો માટે ખુબ જ શુભ સાબિત થશે. જે અત્યાર સુધી એકલા જ જીવન પસાર કરી રહ્યા હતા. તમારા જીવનમાં લવ પાર્ટનર ની એન્ટ્રી થઈ શકે છે. સંભવ છે કે પ્રેમ સંબંધ વિવાહમાં બદલાઈ જાય. મહિનાના મધ્યમાં ભાઈ બહેન સાથે કોઇ વાતને લઇને વિવાદ થઈ શકે છે. કોઈપણ વિવાદને ઉકેલતી વખતે તમારી વાણી પર નિયંત્રણ અને સ્વજનોની ભાવનાઓનો પૂરું ધ્યાન રાખવું.

મિથુન રાશિ: મિથુન રાશિના જાતકોને જુન માસમાં જીવનના દરેક ક્ષેત્રમાં પ્રબંધન કરવાની જરૂર રહેશે.ખાસ કરીને તમારે ધન ખર્ચ કરતા સમયે તમારા ખિસ્સા નો પૂરો ખ્યાલ રાખવો. નહિતર માસના અંત સુધીમાં તમારે ઉધાર લેવાની નોબત આવી શકે છે. મહિનાના પ્રારંભમાં વ્યર્થ ભાગદોડ બની રહેશે. કાર્ય ક્ષેત્રમાં અન્ય વ્યક્તિના કાર્યબોજ તમારા ખભા પર આવી શકે છે. તમને કોઈ એવી જવાબદારી મળી શકે છે. જેનાથી તમે બચતા ફરતા હતા. રોજગાર ની તલાશ માં રહેલા લોકોની પ્રતિક્ષા વધી શકે છે. આ મહિનામાં કોઈપણ યોજનામાં મોટી ધન રાશિ નુ  રોકાણ કરવા પહેલાં સમજી વિચારી લેવું. સારું રહેશે કે તેને થોડા સમય માટે રોકી દેવામાં આવે. કાર્યક્ષેત્રમાં વિરોધીઓ સક્રિય રહેશે. એવામાં કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી તમારા માટે અપમાન નું કારણ બની શકે છે.

કર્ક રાશિ: કર્ક રાશિના જાતકો માટે જુન મહિનો રાહત ભર્યો સાબિત થશે. તમે તમારી ઉર્જા અને આત્મબળ ના માધ્યમથી તમારી યોજનાઓને સાકાર રૂપ આપવામાં સફળ રહેશો. ભાઈ બહેનો અને મિત્રોનો પૂરો સહયોગ મળશે. લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે. અને કારોબારની દ્રષ્ટિએ જુન માસનો પ્રારંભમાં જ શુભ સંકેત મળવા શરૂ થઈ જશે. રોજગારની દિશામાં કરેલ પ્રયાસ સફળ થશે. કાર્યક્ષેત્રમાં સિનિયર તમારા કાર્યની પ્રશંસા કરશે. જુન મહિનાના મધ્યમાં તમારી વાણી અને મન બંને પણ નિયંત્રણ રાખવાની જરૂર પડશે. આવા સમયમાં ભાવના માં વહી જવાને બદલે વિવેક થી કાર્ય કરવા અને નિર્ણય લેવાની જરૂર રહેશે. આ વખત માં કોઈ મોટી યોજના અથવા ભૂમિ ભવનમાં આવક જાવક માં ધન રોકાણ કરતા પહેલા કોઈ મોટા તથા શુભચિંતક ની સલાહ લેવાનું ન ભૂલવું.

સિંહ રાશિ: સિંહ રાશિના જાતકો માટે જુન મહિનો મળતો ભરતો સાબિત થવાનો છે. મહિનાના પ્રારંભ ફ્રીલાન્સ અથવા કોન્ટ્રાક્ટ પર કામ કરવાવાળા લોકો ને જુન મહિનાની શરૂઆતમાં શુભ સૂચનાઓ પ્રાપ્ત થશે. બજારમાં ફસાયેલું ધન નીકળવા પર તમને રાહત મળશે. કાર્ય ના નવા અવસર પ્રાપ્ત થશે. આ સમયે હાથમાં આવેલ અવસરને બિલકુલ જવાનો દેવો નહીતર પાછળથી પસ્તાવું પડશે. કાર્યક્ષેત્રમાં પડકાર જનક સ્થિતિ આવવા પર નાના તથા મોટા બન્નેને સાથે મળીને ચાલવું. બીજાઓના કાર્યોમાં દખલ ન કરવી. નહિતર ભૂલોનો ઠોકરો તમારા પર તૂટી પડશે. મહિનાના મધ્યમાં કોઈ પ્રિયજન થી જોડાયેલા દુખદ સમાચાર થી મન દુખી રહેશે. આ સમય દરમ્યાન લવ પાર્ટનરની સાથે કોઈ વાતને લઈને અણબન થઈ શકે છે. કોઈના કહેવામાં આવી જવા કરતા વાતોથી આ બાબતને સંભાળી લેવાની કોશિશ કરવી, તો વાત બની જશે.

કન્યા રાશિ: કન્યા રાશિ માટે જુન મહિનો પડકાર જનક રહેવાનો છે. ખૂબ મહેનત કરવા પર પણ ફળ પ્રાપ્તિના યોગ બનશે. મહિનાના પ્રારંભમાં ઘરના કોઈ વરિષ્ઠ સદસ્ય ના સ્વાસ્થ્ય ને લઈને તમે ચિંતિત રહેશો. આ સમય દરમ્યાન પારિવારિક સમસ્યા ચાલતા કરિયર અને કારોબાર માટે સમય ઓછો નીકળશે. નોકરી-ધંધા માં લોકોને ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં નાની-મોટી વાત ને ટાળી દેવા થી બચવું. મહિનાના મધ્યમાં કારોબારમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. આ દરમિયાન ધન રોકાણ કરતાં સમયે સાવધાની આવશ્યક છે. કારોબાર થી જોડાયેલા મોટા નિર્ણય લેવા પર ઘરના તથા વડીલો  અથવા શુભચિંતકો સલાહ જરૂર લેવી. મહિનાના ઉત્તરાર્ધમાં કરિયર અને કારોબાર ની દિશામાં તમારા પ્રયાસ સાર્થક સાબિત થશે.

તુલા રાશિ: કોરોના કાળના મુશ્કેલ વખતમાં તુલા રાશિના જાતકો માટે જુન મહિનો ખૂબ જ રાહત પૂર્ણ રહેવાનો છે. માસના પ્રારંભમાં જ કરીયર તથા કારોબારની દિશામાં કરેલા પ્રયાસો સફળ થશે. કાર્યક્ષેત્રમાં સિનિયર અને જુનિયર બંનેનો સહયોગ મળશે. પરિવારમાં સમજણ બની રહેશે. કોઈ વડીલ ની મદદથી આંતરિક અસમંજસ નો દૂર થશે. જીવનસાથી નો પૂરો સહયોગ મળશે. ભૂમિ અને ભવન થી જોડાયેલા મામલામાં પણ નિર્ણય તમારા પક્ષમા થશે. પરીક્ષા પ્રતિયોગિતા ની તૈયારી માં રહેલા છાત્રોને કોઈ સારા સમાચાર મળી શકે છે. કોઈ મહિલા મિત્રની મદદથી પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. પ્રેમ સંબંધો વિવાહમાં બદલાઈ શકે છે. અમુક વ્યવસાયિકોને અપેક્ષાથી વધારે લાભ ની પ્રાપ્તિ થશે. રાજનીતિમાં જોડાયેલા લોકોને સન્માન અને પદમા વૃદ્ધિ થઈ શકે છે. મહિનાના મધ્યમાં તુલા રાશિના જાતકોને ગુપ્ત શત્રુઓ થી સાવધાન રહેવાની જરૂર છે.

વૃષિક રાશિ: વૃશ્ચિક રાશિ માટે આ મહિનો પાછલા મહિનાથી વધારે સારો સાબિત થવાનો છે. તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. લાંબા સમયથી અટકેલું પ્રમોશન મળી જવા પર ઘર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. બેરોજગાર લોકોને રોજગારી ના નવા અવસર પ્રાપ્ત થશે. રાજનીતિથી જોડાયેલા લોકોની પદ અને સાથે પ્રતિષ્ઠા વધશે. મિત્રો અને શુભ ચિંતકો ની મદદથી અટકેલા કાર્ય પૂર્ણ થશે. મોટા વ્યાપારીઓને મુકાબલે નાના વ્યાપારીઓ માટે સમય અનુકૂળ છે. કોઈ પણ મોટી યોજનામાં રોકાણ કરતા પહેલા સ્વજનોની સલાહ લેવાની ન ભૂલવી. કમીશન ઉપર કામ કરવાવાળા લોકો માટે થોડો સમય પડકારજનક રહેશે. તમે તમારા વ્યવહાર થી સતા પક્ષ માં લાભ મેળવવામાં સફળ રહેશો. જો કે આવકના મુકાબલે ખર્ચની ક્ષમતા વધારે રહેશે. એવામાં આર્થિક સમસ્યાને લઈને થોડા ચિંતિત રહેશો.

ધન રાશિ: ધન રાશિના જાતકોને આ મહિનામાં એ વાતનું ધ્યાન રાખવું કે કોઈ હવન કરતી સમયે પોતાના હાથ સળગી ન જાય. માસ ની શરૂઆતમાં ન ફક્ત પોતાના પરંતુ બીજાના કાર્યોને લઇને પણ અતિ વ્યસ્તતા બની રહેશે. પરંતુ ધ્યાન રાખવું કે સમાજ સેવા ના ચક્કરમાં તમારું જ કામ પ્રભાવિત ન થાય. નહીંતર તમને તમારા સિનિયર પાસેથી ખરીખોટી સાંભળવી પડશે. આ દરમિયાન કોઈપણ પ્રકારની આળસ કે કામને ટાળવાની આદત તમારા માટે નુકશાનદાયક સાબિત થઇ શકે છે. ગુપ્ત શત્રુઓ થી પણ સાવધાન રહેવાની જરૂર છે. વિરોધીઓ તમારી યોજના નિષ્ફળ બનાવવા ખૂબ જ પ્રયત્ન કરશે. પરંતુ તમે તમારી વિવેક અને સમજણથી તમામ પડકારો નો સામનો કરીને સફળ થશો.

મકર રાશિ: મકર રાશિના જાતકો માટે જુન મહિનામાં ખૂબ જ સંભાળીને પગલાં ભરવાની જરૂર છે. લોકોની વાતમાં ન આવવું તમારા વિવેકથી નિર્ણય લેવા પર તમે કાર્યયોજના ને સારી રીતે પૂર્ણ કરી શકો છો. ધનની લેવડદેવડમાં ખૂબ જ સાવધાની વર્તવાની જરૂર છે. મહિનાના પૂર્વાર્ધમાં કાર્યનો બોજ થોડો વધી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ અન્યની જવાબદારીઓનું વહન કરવું પડી શકે છે. આ દરમિયાન ગમતા ના ગમતા લાંબી કે ટૂંકી મુસાફરી કરવી પડી શકે છે. જોકે યાત્રા સમયે સ્વાસ્થ્ય અને સામાન બંને નો ખ્યાલ રાખવો જરૂરી છે. પ્રેમ સંબંધોની દૃષ્ટિએ આ મહિનો તમારા માટે શુભ સાબિત થશે. જો તમે કોઈ ની સામે તમારો પ્રસ્તાવ રાખવા ઈચ્છતા હો તો આ પ્રયાસથી વાત બની શકે છે. પ્રેમ સંબંધોમાં મજબૂતી લાવવાની દિશામાં કોઈ ભેટ કે મિત્રોની મદદ કારગર સાબિત થઇ શકે છે.

કુંભ રાશિ: કુંભ રાશિના જાતકો માટે આ મહિનામાં પોતાના ક્રોધ અને વાણી બંને પર નિયંત્રણ કરવાની જરૂર છે. કાર્ય ક્ષેત્ર હોય કે પરિવાર તમારે વિવાદ વિના સમજણ થી કામ લેવું પડશે. વધારે પરિશ્રમ કરવા પર ફળની પ્રાપ્તિના યોગ બનશે. મહિનાના પ્રારંભમાં કરીયર અને કારોબારની દિશામાં મળતા ભળતા ફળોની પ્રાપ્તિ થશેે. વ્યર્થની ભાગદોડ બની રહેશે. કાર્યક્ષેત્રમાં પોતાના સિનિયર થી વિવાદ કરવાથી બચવું. કોઈ પણ સ્થિતિમાં કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું ન વિચાર્યું કારણ કે એ નિશ્ચિત નથી કે હાલની પરિસ્થિતિ થી વધારે સારો માહોલ તમને બીજી જગ્યાએ મળી શકે. કોઇ મોટો નિર્ણય લેવા પહેલા તમારા શુભચિંતક નો મત જરૂર લેવો. આ દરમિયાન ઉધાર લેવાથી બચવું. વિશેષરૂપે પર મંગળવારના દિવસે કોઈ ધન બિલકુલ ઉધાર ન લેવું. આવકના મુકાબલામાં ખર્ચની માત્રા વધારે રહેશે. જો કે તમે પડકારોનો સામનો સારી રીતે કરો છો તો તમે જરૂર તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો.

મીન રાશિ: મીન રાશિના જાતકો માટે આ મહિનો મળતો ભળતો સાબિત થવાનો છે. ‘જલ્દી નું કામ શેતાનનું’ આ કહેવતને હંમેશા યાદ રાખવી. અને કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં ખૂબ જ સમજી-વિચારીને કોઈ પગલું ઉઠાવવુ. વિશેષ રીતે વાહન સાવધાનીથી ચલાવવું. પૈતૃક સંપત્તિ વિવાદને ઉકેલવા માટે કોઈ વડીલને મધ્યસ્થી રાખવા ખૂબ જ કારગર સાબિત થશે. મહિનાના પૂર્વાર્ધમાં વગર કારણની ભાગદોડ કરવી પડી શકે છે. કમીશન તથા કોન્ટ્રેક નું કામ કરતા લોકો માટે પડકારજનક સમય છે. જોકે ચિકિત્સાથી જોડાયેલા વ્યાપાર કરવા વાળા લોકો માટે સમય ઉત્તમ છે. મહિનાના મધ્યમાં વધારે સમય પરિવારજનો અને સ્વજનોની દેખરેખમાં વિતશે. ઘરના કોઈ વડિલ સદસ્યના સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *