આજનું રાશિફળ: ભગવાન સૂર્યનારાયણ ની કૃપાથી જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Religion

જન્માક્ષરનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. જન્માક્ષર ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આપે છે. જન્માક્ષર ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે રચાય છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ કુંડળીમાં તમને નોકરી, વ્યવસાય, આરોગ્ય શિક્ષણ અને વૈવાહિક અને પ્રેમ જીવનથી સંબંધિત દરેક માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માગો છો કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તો આ આર્ટીકલને અંત સુધી અવશ્ય વાંચજો. આવો જાણીએ આજના રાશિફળ વિષે.

મેષ રાશિ: આ સમય તમારા માટે શાંતિદાયક છે. તમે સહજ તથા ધીરજથી કામને પુરૂ કરીને સફળતા મેળવશો. સરકારી કામ નક્કી કરેલા સમયે પૂરા થઈ જશે. આધ્યાત્મિક તેમજ ધાર્મિક કાર્યોમાં રસ વધશે. સસુરાલ પક્ષ તરફથી સંબંધો વધારે મજબૂત બનશે. આ સમયે આવકના પ્રમાણમાં ખર્ચાઓ વધારે રહેશે, માટે બજેટ બનાવીને ચાલવુ. બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહેવું. વધારે સારું રહેશે કે તમે તમારી વાણી અને ગુસ્સા ઉપર કાબૂ રાખો.

વ્યવસાયમાં નવી સંભાવનાઓ સામે આવશે. કામ કરતી મહિલાઓ પોતાના કામના સ્થળે સારુ પર્ફોમન્સ આપશે. નોકરી બદલવાના પ્રયત્નો કરી રહ્યા હોય તો સમય અનુકૂળ છે. આ સમયે તમારા બોસ તેમજ ઉપરી અધિકારીઓ સાથે સંબંધો બગડવા ન દેવા. પારિવારિક વાતાવરણ સુખદ તેમજ અનુશાસન વાળું રહેશે. યુવાનોને પ્રેમસંબંધોમાં બિનજરૂરી સમય પસાર કરવાને બદલે પોતાની કારકિર્દી પર વધારે ધ્યાન આપવુ.

વૃષભ રાશિ: આજે કોઈ સમાચાર મળવાથી તમારું મન ખુશ રહેશે. સમય અનુકૂળ છે. મિત્રો તેમજ સહયોગી પાસેથી સારો સહયોગ મળવાથી તમારી ચિંતા દૂર થશે. અભ્યાસમાં લીન રહેતા વિદ્યાર્થીઓ માટે સારા તેમજ સંતોષજનક પરિણામો આવશે. ધ્યાન રાખવું કે કેટલાક લોકો તમારા સારા વ્યવહારનો ફાયદો ઉઠાવી શકે છે. બીજાના કામનું ભારણ પોતાની જાત ઉપર ન લેવું. આ સમયે ચતુરાઈથી કામ લેવાની જરૂર છે. મનમાં એક અલગ બેચેની રહેશે.

વેપારમાં ગતિવિધિઓમાં ઉત્તમ રહેશે. કામ કરતી મહિલાઓ માટે આ સમય થોડો કષ્ટ દાયક રહેશે. આ સમયે તમારી કામ કરવાની રીતનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. નોકરી કરતા લોકો ઉપર નવી જવાબદારીઓ આવી શકે છે, તમે તેને પૂરી કરવામાં સક્ષમ રહેશો. ઘરે મહેમાનો આવવાથી વાતાવરણ ખુશનુમા રહેશે અને તમે શાંતિ અનુભવશો. કોઈપણ ભેટની લેવડદેવડ તમારા માટે પ્રસન્નતા દાયક રહેશે.

મિથુન રાશિ: ઘરમાં ચાલી રહેલા વિવાદોનો ઉકેલ આવશે. થોડો સમય પોતાના રસ મુજબના કામ કરવામાં પસાર કરવો. રાજકીય બાબતો સરળતાથી પૂરી થશે. બાળકોના સુંદર ભવિષ્યની યોજના અને પ્લાનિંગ બનશે. પોતાના ગુસ્સા અને આવેશોને કાબૂમાં રાખવા, નહીંતર તમારું બનેલું કામ પણ બગડી શકે છે, તેમજ યોજનાઓ તથા પ્લાનિંગ અધવચ્ચે જ અટકી પડે છે. આ સમયે રિસ્ક હોય તેવા કામમાં રોકાણ કરવું નહીં.

વ્યવસાયિક સ્થળો પર કેટલાક અનુભવી લોકો સાથે સંપર્ક થવો તમારા માટે ફાયદાકારક રહેશે. તેમજ કોઈ અસંભવ કામ પણ સંભવ બનવાની આશા રહેશે. આર્થિક બાબતોમાં તમારું રોકાણ સારું રહેશે. આ સમયે કોઈપણ કાગળ અથવા તો દસ્તાવેજો ઉપર સહી ન કરવી. વ્યવસાયિક સમસ્યાઓને પોતાના ઘર પરિવાર ઉપર હાવી ન થવા દેવી. જીવનસાથી તેમજ પરિવારના સભ્ય તમને પૂરો સાથ આપશે.

કર્ક રાશિ: તમારા આત્મવિશ્વાસ અને મનોબળની સામે તમારા વિરોધીઓ ટકી નહી શકે. અટકેલા તેમજ ઉધાર આપેલા પૈસા પાછા મળવાની પૂરી સંભાવના છે, માટે પ્રયત્ન કરતા રહેવું. છેલ્લા ઘણા સમયથી જે ચિંતા ચાલી રહી હતી તે આજે પૂરી થશે. વાદવિવાદની બાબતો કોઈ મધ્યસ્થ વ્યક્તિ દ્વારા ઉકેલવાના પ્રયત્નો કરશો. બીજાની બાબતોમાં દખલગીરી ન કરવી.

આ સમયે વ્યવસાય સાથે જોડાયેલી કોઇપણ ગતિવિધિઓને સામાન્ય રાખવી. કોઈ નવું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ નથી. બીજાની બાબતોમાં ગુંચવાવું નહીં અને પોતાના કામ પર ધ્યાન આપવું. આ સમયે યાત્રા સાથે જોડાયેલા પ્રોગ્રામ બની શકે છે. પરિવાર સાથે કોઈ સમારોહ તેમજ ડિનર પર જવાનો પ્લાન બની શકે છે. મેલ વિલાપ તેમજ એકબીજા સાથે સમય પસાર કરવાથી તમને ખુશી મળશે.

સિંહ રાશિ: આજે તમે પૂરી લગનથી ગૂંચવાયેલી બાબતોને ઉકેલવાના પ્રયત્નો કરશો. આ સમયે તમારે તમારા દિલને બદલે મગજનું સાંભળવું. તમારા કામને પૂરી ગંભીરતાથી પૂરા કરવામાં સક્ષમ રહેશો. તમારી યોગ્યતા અને પ્રતિભા સારી રીતે લોકોની સામે આવશે. તમારી ઈચ્છા ન હોય છતાં પણ તમારે યાત્રા કરવી પડશે જેને લીધે તમારું મન ઉદાસ રહેશે. જેના તમને સકારાત્મક પરિણામો નહીં મળે.

કોઈ નજીકના સંબંધી સાથે અપ્રિય ઘટના થવાની આશંકા રહેશે. આ સમયે તમારા વિરોધીઓ સક્રિય રહેશે. વેપાર તેમજ કામકાજમાં બેદરકારી રાખવી નહીં. આ સમયે તમારે કોઈ મુશ્કેલી અથવા તો પરેશાનીનો સામનો કરવો પડશે. નોકરીમાં ઘણા લાંબા સમયથી અટકેલા પગાર વધારા અથવા તો પદ ઉન્નતિ માટેના સારા સમાચાર મળી શકે છે. પતિ-પત્ની વચ્ચે તાલમેલ બની રહેશે. ઘરની વ્યવસ્થા પણ સુખદ રહેશે. પ્રેમ સંબંધો બહાર આવવાથી પરિવારમાં તણાવ રહેશે.

કન્યા રાશિ: આર્થિક પક્ષ સારો રહેશે. તમે તમારી કામ કરવાની કુશળતા અને કામ કરવાની ક્ષમતાથી બધા કાર્યો પૂરા કરવા માટે સક્ષમ રહેશો. આ સમયે તમારી મુલાકાત કેટલાક સકારાત્મક પ્રવૃત્તિ કરતા લોકો સાથે થશે. તેના સાનિધ્યમાં તમને કેટલીક મહત્વની વાતો શીખવાડવામાં આવશે. તમારી વાણીને ઉત્તેજિત અને વ્યવહારને કાબૂમાં રાખવા. નહીંતર તમે કારણ વગર કોઈ સાથે દુશ્મનાવટ કરી લેશો. અચાનક કોઈ ખર્ચા સામે આવશે.

ગેરકાનૂની કામથી દૂર રહેવું. વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ કામ સરળતાથી પૂરા થવાથી જોશ રહેશે. આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓ ખૂબ સારી રીતે પૂરી થઈ શકશે, પરંતુ રિસ્ક હોય એવા કામમાં વધારે રસ ન લેવો. પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા મતભેદો અને દુશ્મનાવટ દૂર થશે. અને ઘરની વ્યવસ્થા ફરીથી સુખદ બનશે.

તુલા રાશિ: ઘણા સમયથી અટકેલું કામ અડચણ વગર પૂરું થશે. આવકના સ્ત્રોત વધશે. આ સમયે વિરોધીઓ તમારું કંઈ બગાડી નહી શકે. યુવાનોને પરીક્ષા તેમજ કોઈ ઇન્ટરવ્યુમાં સફળતા પડવાની પૂરી સંભાવના છે. આ સમયે ટેક્સ અથવા તો સરકારી કામ સાથે જોડાયેલી કોઇ મુશ્કેલી આવી શકે છે, સારું રહેશે કે સમય રહેતા પરિસ્થિતિઓને કાબુમાં કરી લો. તમારા વિરોધીઓ કોઈ સાથે ગુપ્ત યોજના અથવા તો ષડયંત્ર રચી શકે છે, સાવધાન રહેવું.

કામકાજમાં વધારો કરવાની યોજના જે ઘણા સમયથી અટકી પડેલી હતી તે આજે ફરીથી આગળ વધશે. આ સમયે કોઈપણ પ્રકારના ઉધાર સંબંધી લેવડ-દેવડ ન કરવી. નોકરી સાથે જોડાયેલા કામને ગંભીરતાથી લેવા, નહીંતર બેદરકારીથી પરિણામો ખરાબ આવી શકે છે. ઘર પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. લગ્ન યોગ્ય લોકો માટે લગ્ન સંબંધી વાતમાં અડચણો આવી શકે છે, માટે થોડા ધ્યાનથી વાતચીત કરવી.

વૃષીક રાશિ: માનસિક રીતે તમે સકારાત્મક અને ઉર્જાવાન અનુભવશો. બાળકોની કોઇ ખાસ સમસ્યાનો ઉકેલ આવવાથી રાહત મળશે. ગમે તેટલી મહેનત કરવી પડે પરંતુ તમે તમારા કામ પૂરા કરીને જ રાહતનો શ્વાસ લેશો. ઘરમાં નવી વસ્તુઓની ખરીદારી થઈ શકે છે. ઘરના વડીલોના માન-સન્માનમાં અભાવ ન આવવા દેવો. ઘરનો કોઈ ઈલેક્ટ્રીક સામાન ખરાબ થવાથી મોટો ખર્ચ થઈ શકે છે.

યુવાનોએ બિનજરૂરી કામમાં સમય બરબાદ ન કરવો. કામના ક્ષેત્રે તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે. તમારી ઈચ્છા મુજબનું વાતાવરણ બની રહેશે. યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાથી નોકરી મળવાની સંભાવના છે. તમારા કામના સ્થળે બદલાવ લાવવા સાથે જોડાયેલા કેટલાક કામ કરી શકો છો. પતિ-પત્ની વચ્ચે ઘરની કોઈ સમસ્યાને લઈને તણાવ રહી શકે છે. પ્રેમસંબંધોમાં નજીકતા વધશે.

ધન રાશિ: કોઈ શુભ તેમજ ધાર્મિક કામમાં ખર્ચા કરીને તમને ખુશી મળશે. કોઈ મિત્રની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે. કોર્ટ-કચેરી અથવા તો સામાજિક વિવાદોમાં તમે જીતી શકશો. ઘરની વ્યવસ્થા સારી બનાવવા સાથે જોડાયેલી યોજના બનાવી શકો છો. મિલકત સાથે જોડાયેલી બાબતોમાં અડચણ આવી શકે છે. તમારી વાતને સાચી સાબિત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. કોઈ માંગલિક કામમાં સમય મર્યાદાનું ધ્યાન રાખવું.

તમારે તમારી વિચારધારા બીજા પર ન થોપવી. કામના ક્ષેત્રે તમારે તમારી કામ કરવાની રીતમાં પરિવર્તન લાવવાની જરૂર છે. સમજી-વિચારીને કોઈ યોજનામાં રોકાણ કરવું. આકસ્મિક લાભ થવાની સંભાવના છે. એટલા માટે પોતાના કામ પ્રત્યે સમર્પિત રહેવું. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો ખરાબ ન થવા દેવા. પતિ-પત્ની વચ્ચે ખાટી-મીઠી નોકઝોક રહેશે, તેમજ આપસી સંબંધોમાં વધારે મધુરતા આવશે. પ્રેમ સંબંધોમાં એક-બીજાની ભાવનાઓનું સન્માન કરવુ.

મકર રાશિ: આજે તમે ઘણી બધી નવી યોજનાઓને લઈને ઉત્સાહિત રહેશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધારે સારા વિકલ્પ મળી શકશે. કોઈ કામને પૂરા કરવા માટે બીજાને ભલામણ કરવા કરતા પોતાની રીતે જ તે કામ કરવા સારા રહેશે. ઘરેલુ બાબતોને પોતાની રીતે જ ઉકેલી લેવી, બીજાની દખલ અંદાજીથી કામ બગડી શકે છે. બાળકોની કોઇ જીદને લીધે તમે તણાવમાં રહેશો.

વધારે પડતા ખર્ચ રહેવાને લીધે બજેટ બગડી શકે છે. કામના ક્ષેત્રે તમે સકારાત્મક રીતે કામ કરશો. તમારી સખત મહેનત અને પરિશ્રમથી કોઈ સિદ્ધિ મેળવવા માટે સમર્થ રહેશો. નોકરી કરતા લોકોએ પોતાના કામ જોશ અને ઉત્સાહથી કરવા, જેને લીધે ઓફિસરો વચ્ચે તમારો દબદબો બની રહે. ઘર પરિવારનું વાતાવરણ સુખદ રહેશે. દાંપત્ય સંબંધોમાં મધુરતા રહેશે. યુવાનોને ડેટિંગ માટેના ચાન્સ મળશે.

કુંભ રાશિ: મિલકતના ખરીદ વેચાણ સાથે જોડાયેલા કામ થવાની સંભાવના છે. તમારો આશાવાદી અને ખુશમિજાજ સ્વભાવ તમારી પ્રગતિમાં સહાયક બનશે. સંભાવના ઓના નવા દરવાજાઓ ખુલશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં નજીકતા રહેશે. બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિ ઓની ખબર તમને મળવાથી તમે તણાવમાં રહેશો. ફોન ઉપર કોઈ અશુભ સમાચાર મળવાની આશંકા છે. આ સમયે તમારે માનસિક શાંતિ મેળવવા માટે કોઇ ધાર્મિક અથવા તો આધ્યાત્મિક સ્થળ ઉપર જઈને સમય પસાર કરવો તમારા માટે સારું રહેશે.

વ્યવસાય સાથે જોડાયેલું કોઇ કાગડિયાને લગતું કામ કરવામાં સાવધાની રાખવી. આ સમયે કોઈ લોન લેવી નહિ તેના માટે સમય અનુકૂળ નથી. તમારા બધા કામ અડચણ વગર પૂરા થતા જશે. પારિવારિક જવાબદારી ઓને તમે ખુબ જ શાંતિથી પૂરી કરશો. તેમજ પરિવારના સભ્યો વચ્ચે સારું સામંજસ્ય બની રહેશે.

મીન રાશિ: આ સમયે વાહન ખરીદવા માટેના સારા યોગ બનેલા છે. ભૌતિક સુખમાં વધારો થશે. તમે તમારું કામ કઢાવવામાં હોશિયાર બનશો. સ્ત્રીવર્ગ ઘર તેમજ બહાર બંનેના કામને સારી રીતે પૂરા કરવામાં સમર્થ રહેશે. રૂપિયા પૈસાની લેવડ દેવડ સાથે જોડાયેલી બાબતોમાં સાવધાની રાખવી. તમારો સ્વભાવ નરમ રાખવો તેમજ બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહેવું. કોર્ટ કેસે અને કોઈ સામાજિક વિવાદ સાથે જોડાયેલી બાબતોમાં બેદરકારી રાખવી નહીં.

આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓમાં ખૂબ જ વધારે ધ્યાન આપવાની જરૂર છે. કોઈ કર્મચારીની નકારાત્મક ગતિવિધિઓને લીધે કાર્યક્ષમતા ઓછી થઇ શકે છે. ઓફિસમાં પોતાની ફાઇલ તેમજ બીજા જરૂરી કાગળિયાને સારી રીતે સંભાળીને રાખવા. પતિ-પત્ની આપથી સામંજસ્યથી ઘરની વ્યવસ્થાને ખૂબ જ સારી બનાવી રાખશે. લગ્ન ન થયેલા હોય એ લોકોને લગ્ન માટે ખૂબ જ સારો પ્રસ્તાવ આવવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *