મુખ્યમંત્રી રૂપાણી પણ હવે મોદીના રસ્તે, કોરોનાની પરિસ્થિતિને લઈને કર્યું રાજ્યને નામ સંબોધન…

ગુજરાતમાં કોરનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. રાજ્યના 4 મહાનગરોમાં કાલે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ જારી કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાંજે 6.30 વાગ્યાની આસપાસ રાજ્યની જનતાને સંબોધન કર્યું હતું અને કોરોનાની હાલની સ્થિતિ અંગે માહિતી આપી હતી.

ગુજરાત ગઇકાલે 1515 કેસ નોંધાયા હતા

ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. રાજ્યમાં પહેલીવાર એક જ દિવસમાં 1515 કેસ નોંધાયા હતા. ગઇકાલે 24 કલાકમાં રાજ્યમાં 9 મોત અને 1271 દર્દી સાજા થઇને ઘરે ગયા હતા. આ સાથે જ અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 1 લાખ 95 હજાર 917 થયો છે. જ્યારે મૃત્યુઆંક 3846 થયો છે. તો અત્યારસુધીમાં કુલ 1 લાખ 78 હજાર 786 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 13285 એક્ટિવ કેસ છે. જેમાંથી 95 વેન્ટિલેટર પર અને 13190 દર્દીની હાલત સ્થિર છે.

મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું રાજ્યને નામ સંબોધન

દિવાળી બાદ સતત વધી રહેલા કોરોના કેસને લઇને બેઠકો થઇ રહી છે. ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી અને સારવાર તેમજ આરોગ્ય લક્ષી પગલાંઓની સમીક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમ ના સભ્યો આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજશે.

આ કેન્દ્રીય ટીમ સી એમ ડેશ બોર્ડ દ્વારા કોરોના સંદર્ભે કરવામાં આવતા મોનીટરીંગ તેમજ સારવાર ફોલોઅપ વગેરેથી માહિતગાર થવા સી એમ ડેશ બોર્ડ ની કામગીરી પણ આ બેઠક બાદ નિહાળશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યા બાદ કરફ્યૂ આપવામાં આવ્યો હતો જે બાદ ગઇ કાલથી કેન્દ્રીય ટીમ અમદાવાદ આવી પહોંચી હતી અને SVP હોસ્પિટલની મુલાકાત લઇ સમીક્ષા કરી હતી.

આજે સાંજે 4 કલાકે કેન્દ્રીય આરોગ્ય ટીમની CM રૂપાણી સાથે રાજ્યમાં કોરોનાના ફેલાવા, સંક્રમણ અને તેને રોકવા અંગેના પ્રયાસો અંગે સમીક્ષા કરતી બેઠક કરશે. આ બેઠક મુખ્યમંત્રી નિવસ્થાને યોજાશે. કેન્દ્રીય આરોગ્ય ટીમની CM રૂપાણી સાથેની બેઠક બાદ સાંજે 6 કલાકે કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં કર્ફયુ અંગે નિર્ણય લેવાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *