fbpx

શિયાળાની ઋતુમાં શરદી-તાવ અને ગળામાં બળતરા કે ગળું ખરાબ થવાની સમસ્યાઓથી મેળવો રાહત

મોસમમાં પરિવર્તનની થાય છે  ત્યારે તેનો અસર સ્વાસ્થ્ય પર પડે છે. વધારે પડતાં શિયાળાની ઋતુમાં શરદી-તાવ અને ગળામાં બળતરા કે ગળું ખરાબ થવાની સમસ્યાઓ થતી હોય છે. જો શિયાળાની ઋતુમાં આ સમસ્યાનો દરેક વ્યક્તિ સામનો કરતા હોય છે.

દવાના ઉપયોગથી આ સમસ્યામાં રાહત મેળવવાની કોશિશ કરતા હોય છે. પરંતુ આજે અમે તમને એક ઘરેલુ ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે ગળામાં બળતરા ગળામાં આવતી કારા દૂર કરી શકો છો અને ગળામાં બળતરા દૂર કરવા માટે મસાલાવાળી ચા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તેને બનાવવા માટે ચાની ભૂકી, લવિંગ, તુલસી, આદુ અને કાળું મરચું તેમાં ઉમેરવામાં આવે છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ચા બનાવ્યા પછી તે ચાનું સેવન ગરમ હોય ત્યારે જ કરવું. તે સિવાય તમે એક ગ્લાસ પાણીમાં આદુ ગરમ કરી અને તેને ધીમે ધીમે નવશેકું પાણી હોય ત્યારે તેમાં મધ ઉમેરી અને પીવાથી ગળા ને લગતી કોઇ પણ સમસ્યામાં રાહત મળે છે.

ઉપરાંત લસણ, આદુ નું મિશ્રણ અને તેમાં સાકર ઉમેરી અને પીવાથી ગળા માં રાહત મળે છે. લસણમાં ઘણા એન્ટી ઇન્ફેક્શન અને એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. તેના લીધે ગળામાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે. અને તે ગળામાં સોજો આવી ગયું, ગળામાં વધારે પડતો દુખાવો થતો હોય વગેરે રોગોમાં લસણ, આદું, લવિંગ તજ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

તેના ઉપચાર માટે મોઢાની બંને બાજુ લસણની એક કળી રાખી અને ધીરે ધીરે ચૂસવાથી ગળાના ને લગતી કોઇ પણ સમસ્યામાં રાહત મળે છે. જો મોઢામાં લસણની કળી રાખી અને ધીમે ધીમે ચૂસવામાં આવે તો એકદમ સાફ થઈ જાય છે. ઘણીવાર ઘણું એકદમ સૂકાઈ જવાના કારણે ગળામાં ઇન્ફેક્શન થવાની તકલીફ રહેતી હોય છે.

ત્યાર પછી તેને તેમને શ્વાસ લેવા માટે એક ગરમ શાલ ની મદદથી તમારા શરીરને ઢાંકી દેવું અને તે તપેલામાં ગરમ પાણી રાખવું. તેની ઉપર તમારું નાક કર રહે તે રીતે શ્વાસ લેવું. તેનાથી શરીરમાં જામેલો કફ દૂર થઈ શકે છે. જો ગળામાં વધારે પડતી બળતરા થતી હોય તો ગરમ પાણીના કોગળા કરવાથી પણ રાહત મળે છે.

આવી સમસ્યા માં ગરમ પાણીના કોગળા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે ઉપરાંત ગરમ પાણીની મદદથી બાફ લેવાની પ્રક્રિયા પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ગરમ પાણી કરવું બાફ લેવા માટે ગરમ પાણી કરવો તેમાં વિક્સ કે કોઈપણ એન્ટિસેપ્ટિક ઉમેરો.

ગરમ પાણીના કોગળા કરતી વખતે તેમાં નિમક ઉમેરવું. તેનાથી ગળામાં રહેલી ચિકાશ દૂર થાય છે. અને ગળામાં થતી બળતરામાં રાહત મળે છે. આવું દિવસ દરમિયાન પાંચ થી છ વાર કરવાથી ગળામાં રહેલી કોઈપણ સમસ્યાઓમાં ખૂબ જ રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *