શુક્ર ગ્રહનો આ ઉપાય તમને બનાવી શકે છે ખૂબ જ ધનવાન, જાણો એ ઉપાય વિશે

Religion

જ્યોતિષમાં શુક્ર ગ્રહને ભૌતિક સુવિધા, વૈભવ અને ઐશ્વર્યના કારક માનવામાં આવે છે. શુક્ર ગ્રહ બળવાન હોવાથી વ્યક્તિ એક સુખી સંપન્ન જીવન જીવે છે. શુક્ર ગ્રહ નબળી અથવા અશુભ સ્થિતિમા હોવાથી વ્યક્તિને ધન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

એ સિવાય શુક્ર ગ્રહનો પ્રભાવ પ્રેમ સંબંધો પર પણ પડે છે. શુક્ર ગ્રહની સારી સ્થિતિ જીવનમાં પ્રેમ લાવે છે અને શુક્રની ખરાબ સ્થિતિને કારણે પ્રેમ સંબંધોમાં તણાવ ઉત્પન્ન થાય છે. તમારી આર્થિક સ્થિતિ નબળી થઈ જાય છે.

એટલા માટે કુંડળીમાં શુક્ર ગ્રહનું મજબૂત હોવું ખૂબ જ આવશ્યક માનવામાં આવે છે. લાલ કિતાબમાં શુક્ર ગ્રહને મજબૂત બનાવવા માટે અમુક ઉપાયો બતાવવામાં આવેલા છે. આ ઉપાયો કરવાથી શુક્ર ગ્રહનું શુભ ફળ પ્રાપ્ત થાય છે અને તમારા ઘરમાં ઘન સંપત્તિ બની રહે છે.

આજે અમે આ લેખ દ્વારા એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ શુક્ર ગ્રહને મજબુત કરવાના કેટલાક ઉપાયો.

શુક્ર ગ્રહને અનુકૂળ બનાવવા માટે સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દરરોજ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા જોઈએ. પોતાના વાળ અને નખને સમયસર કાપવા જોઈએ. પોતાના ઘરમાં હંમેશા સાફ-સફાઈ રાખવી જોઈએ. દરરોજ નહાવું જોઈએ. શુક્ર ગ્રહને મજબૂતી આપવા માટે સુગંધિત અતર અથવા સેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપાયથી શુક્ર ગ્રહ મજબુત થવા લાગે છે.

શુક્રવારના દિવસે નવ વર્ષથી ઓછી ઉંમરની ૫ કન્યાઓને સાકર વળી ખીર ખવડાવી જોઈએ. શુક્રવારથી શરૂ કરીને ત્યાર પછી ૨૧ શુક્રવાર સુધી આ કાર્ય સતત કરવું જોઈએ, તેનાથી તમારો શુક્ર ગ્રહ મજબૂત બનશે. અને તમને શુભ ફળ આપશે અને તમારી બધી મુશ્કેલીઓ દુર થવા લાગશે.

શુક્ર ગ્રહને મજબૂત બનાવવા માટે રસોઈ બનાવીને સૌથી પહેલા રસોઈનો થોડો ભાગ કાઢીને ગાય, કાગડો અને કૂતરાને ખવડાવવા જોઈએ. એ સિવાય તમે બીજો આ ઉપાય પણ કરી શકો છો, જેમાં તમારે બે સાચા મોતી લઈને એક મોતીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવું જોઈએ

અને બીજા મોતીને પોતાની પાસે સુરક્ષિત રાખવું જોઈએ. શુક્ર ગ્રહને મજબૂત બનાવવા માટે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેવી કે દુધ, દહીં, ચોખા અને સફેદ કપડા વગેરે. એ સિવાય તમે અત્તરનું પણ દાન તમે કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *