આખરે આ 6 રાશિના લોકોના દુઃખ થશે દૂર, શુક્રનું થયું મીન રાશિમાં ભ્રમણ, થશે મોટો લાભ

intresting facts

ગ્રહોના રાશિ પરિવર્તન આપણાં જીવનને ખૂબ જ અસર કરે છે. એવું જ એક પરિવર્તન થવા જઈ રહ્યું છે. શુક્રનું મીન રાશિમાં ભ્રમણ. જેના કારણે અનેક રાશિના લોકોના દિવસો બદલાવા જઈ રહ્યા છે તો આવો જાણીએ તે રાશિ વિશે વધુ માહિતી.

મેષ રાશિ: શુક્ર ગ્રહના મીન રાશિમાં ગોચર દરમિયાન આ તમારા બારમાં ઘર એટલે કે ખચૅ અને વિદેશ ભાવમાં રહેશે. એવામાં આ ગોચર તમારા માટે શુભ ફળ લઇને આવી શકે છે. કારોબાર સાથે જોડાયેલા લોકોને વિદેશી સંપકૅથી લાભ થઇ શકે છે. તમારા વિવાહિત સબંધોમાં પણ તમને ખુશી અને આનંદ મળવાની સંભાવના છે. આ અવધિ દરમિયાન તેની લાભમાં વૃધ્ધિ જોવા મળી શકે છે. સાથીના રૂપમાં વ્યવસાય કરવા વાળા તમારા સાથીની સાથે આ સમયે અવધિ દરમિયાન સારી સમજ મેળવવામાં સફળ થશો. પરંતુ આ સમયે તમારા ખર્ચ પર પણ તમારે લગામ લગાવીને રાખવી પડશે.

વૃષભ રાશિ: આ સમયે શુક્ર તમારા ૧૧ મા ઘર એટલે કે આવક ભાવમાં આગળ વધશે. તમારી રાશિ વાળાઓ માટે આ સમય શુભ પરિણામ લાવશે.આ દરમિયાન આ રાશિના લોકો કાર્યસ્થળ પર વેતન વૃદ્ધિ, બોનસ, પદોન્નતિની ઉમ્મીદ કરી શકો છો. આ સમયે તમારી આથિર્ક સ્થિતિ અને માન-સમ્માનમા પણ વૃદ્ધિ થશે. આ સમય પ્રેમ જીવનની બાબતમાં પણ સારા સમાચાર લઇને આવી શકે છે. આ સમય અવધી દરમિયાન તમારી જિંદગીમાં હાજર સ્ત્રીઓથી પણ લાભ મળશે. વૃષભ રાશિના કેટલાક લોકો માટે પરિવાર તરફથી ભેટ અને અચાનક લાભ પણ મળવાની સંભાવના છે.

મિથુન રાશિ: શુક્ર ગ્રહના મીન રાશિમાં ગોચર દરમિયાન આ તમારા ૧૦મા ઘર એટલે કે કર્મ અને પિતાના ભાવમા રહેશે. આ અવધિ મિથુન રાશિના લોકો માટે શુભ પરિણામ લઇને આવશે. આ અવધિ દરમિયાન તમે તમારા વ્યાપાર માટે કંઈક સારા ઉત્પાદોના વિકાસની તરફ આગળ રહેશો.  આ તમને એક નિર્ધારિત સમય સીમમાં ઊચા માનકોની સાથે લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે, જેનાથી તમારી સ્થિતિમાં વૃદ્ધિ થશે અને તમારા કાર્યક્ષેત્રમા સારી ઉન્નતિ મળશે. આ સમયે તમે તમારા સાથી પર ખુબ પ્રેમ વરસાવસો. તમારા બંન્નેના સબંધમાં એક નવો રોમાંચ જાગશે. વિવાહિત લોકો તેમના બાળકોને આ ગોચર દરમિયાન સફળતાની સીડી ચડતા જોશે.

કર્ક રાશિ: આ સમયે શુક્ર તમાંરા ૯ મા ઘર એટલે ભાગ્ય ભાવમા ગોચર કરશે. આવી સ્થિતિમાં શુક્ર એક ખુબ જ મજબૂત “ધન યોગ” બનાવી રહ્યો છે, જે દશૉવે છે કે તમારા કાયૅસ્થળ પર તમારા વતૅમાન વેતન, પદોન્નતિ અને વેતનમાં વૃદ્ધિ થવાની પ્રબળ સંભાવના છે. ત્યાં જ આ રાશિના વ્યાપારી લોકોને આ દરમિયાન ઘણો લાભ મળવાની સંભાવના છે. સાથે જ તમે આ અવધિમાં તમારા કામથી અપાર સંતુષ્ટતા અને પ્રસન્નતા પ્રાપ્ત કરશો. આ દરમિયાન સમાજમાં તમારા માન-સમ્માન અને પદ-પ્રતિષ્ઠામા વધારો થશે.આ દરમિયાન તમારા સામાજિક વિસ્તારમાં તમારી સ્થિતિ પણ વધશે. આ દરમિયાન તમારી સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે, આ સમય કોઇક એવી સંપત્તિ અથવા કારમાં રોકાણ કરવા માટે એક શાનદાર સમય છે જેને તમે લાંબા સમયથી ઈચ્છો છો.

સિંહ રાશિ: શુક્ર ગ્રહનું મીન રાશિમાં ગોચર દરમિયાન આ તમારા ૮માં ઘર એટલે આયુ ભાવમાં રહેશે. આ સ્થિતિ બહુ સારી કહી શકાય નહી. એવામાં આ સમય અવધિમાં તમને ઈચ્છિત પરિણામ કદાચ ન મળી શકે. એવામાં તમારા ધંધા અને વ્યવસાય વિશે તમારે આ અવધિ દરમિયાન કેટલાક પડકારો, ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. આ સમય અવધિ દરમિયાન તમે આત્મ શંકાઓથી ભરેલા રહેશો, જે તમારા આત્મસન્માનને નષ્ટ કરવાનુ કામ કરશે, જેના ચાલતા તમે આ અવધિ દરમિયાન તમારી વાસ્તવિક ક્ષમતા કે મૂલ્યને ઓળખવામાં અસક્ષમ રહેવાના છો. આ સમયે યાત્રાઓથી બચવું સારુ રહેશે. આ રાશિના કેટલાક જાતકો માટે આ અવધિ તમારી નાણાકીય સ્થિતિને વધારવાવાળી સાબિત થશે.

કન્યા રાશિ: આ સમયે શુક્ર તમારા ૭ માં ઘર એટલે વિવાહ ભાવમાં ગોચર કરશે. આ આખા સમયમાં તમે આકષૅણનું કેન્દ્ર બની રહેશો. જે લોકો ભાગીદારીમાં વેપાર કરવાની ઇચ્છા રાખે છે એના માટે આ સમય ખુબ જ શુભ રહેવાનો છે.  આ સમય તમારા નામ, સમાજમાં પ્રસિદ્ધિ અને માન-સમ્માનમા વૃદ્ધિ કરવાવાળું સાબિત થશે. જ્યારે આ સમય કાયૅક્ષેત્ર પર તમારા દ્વારા કરવામાં આવેલુ  દરેક કામ લોકોના ધ્યાનમાં રહેવાનું છે અને તમને તમારા કામ માટે ખૂબ પ્રશંસા પણ મળવાની છે. એના સિવાય આ ગોચર વ્યક્તિગત સબંધો માટે પણ ખૂબ શુભ સમય છે, વિવાહિત લોકો પણ આ દરમિયાન તેમના પાટૅનરની સાથે વૈવાહિક આનંદ અને ખુશીનો લાભ ઉઠાવશે.

તુલા રાશિ: શુક્ર ગ્રહના મીન રાશિમાં ગોચર દરમિયાન તુલા રાશિના છઠ્ઠા ઘર એટલે રોગ કે શત્રુ ભાવમાં રહેશે. આ સમયે તમારે તમારા ખચૉનુ વિશેષ ધ્યાન રાખવું પડશે. એના સિવાય આ અવધિ દરમિયાન તમારા દુશ્મન તમારા પર હાવી થવાની પૂરી કોશિશ કરતા નજર આવશે. એટલા માટે તમારે સાવધાનીપૂર્વક કામ લેવુ પડશે. આ સમયે ઉચિત રહેશે કે સારુ પરિણામ મેળવવા માટે તમારી આંખો અને ધ્યાન તમારા લક્ષ્યની તરફ કેન્દ્રિત રાખવા. આ દરમિયાન તમારે વિશેષ રીતે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર પડી શકે છે, કારણ કે આ ગોચરના પ્રભાવથી તમારી આંખો, સદૅી,  ઉધરસ અને ત્વચા સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વૃશ્ચિક રાશિ: આ સમયે શુક્ર તેના ૫ માં ઘર એટલે બુદ્ધિ કે પુત્ર ભાવમાં ગોચર કરશે. આ રાશિના લોકો માટે આ એક લાભદાયક સમય અવધિ રહેશે. વ્યાપારથી જોડાયેલા વૃશ્ચિક રાશિના લોકો, વિશેષ રૂપથી જે ભાગીદારીના રૂપમાં પોતાના વ્યવસાયનુ સંચાલન કરે છે, તે આ અવધિ દરમિયાન લાભ અને ઘણો ફાયદો પ્રાપ્ત કરશે. ત્યાં જ વ્યાવસાયિક રૂપથી, આ અવધિ પદોન્નતિ અને વેતન વૃદ્ધિનો માગૅ પ્રશસ્ત કરશે. આ અવધિ દરમિયાન તમારા સાથી તમારુ સમથૅન કરશે અને તમને સ્નેહ કરશે. તમારા સાથી સાથે તમારા મનની વાત કરવા માટે આ એક શુભ સમય સાબિત થઈ શકે છે. આમ કરવાથી તમે તમારા અને તમારા પાટૅનરની વચ્ચે ચાલતા આવી રહેલા કોઈ વિવાદ કે મનમોટાવને પણ પૂરો કરવામાં સફળ થશો.

ધનુ રાશિ: શુક્ર ગ્રહના મીન રાશિમાં ગોચર દરમિયાન તે ધન રાશિના ચોથા ઘર એટલે માતા કે સુખ ભાવમાં રહેશે. શુક્રના આ ગોચર દરમિયાન તમારુ કૌટુંબિક વાતાવરણ ખુશીઓ અને શાંતિથી ભરેલુ રહેશે. આ સમયે તમને માતૃપક્ષના તરફથી ખુબ જ લાભ અને ભેટ પ્રાપ્ત થવાની સંભાવના છે. આ દરમિયાન તમારા સાથીને તેના જીવનમાં પ્રગતિ મળશે. એની સાથે જ તમે તમારા જીવનસાથી સાથે કંઈક મજેદાર અને પ્રેમભર્યા પળોની ઉમ્મીદ પણ કરી શકો છો. આ ગોચર કાળ દરમિયાન તમે એ દોસ્તોને વધારે વધુ સારી રીતે સમજી અને ઓળખી શકો છો, જેણે દુઃખ-સુખ કે મુશ્કેલીના સમયમાં હંમેશા તમારો સાથ આપ્યો હોય. તમે એના સમ્માન માટે કોઈક નાનુ આયોજન પણ કરી શકો છો.

મકર રાશિ: આ સમયે શુક્ર તમારા ત્રીજા ઘર એટલે પરાક્રમ કે ભાઈ-બહેનના ભાવમા ગોચર કરશે. શુક્રની આ સ્થિતિ મકર રાશિના સિંગલ લોકો માટે સુવિધા પ્રદાન કરવાવાળી સાબિત થશે જેથી તમે ખુલીને તમારા મનની વાત વિપરીત લીંગ સાથે કરી શકશો અને તેને તમારી તરફ આકષિૅત કરવામાં સફળ થશો. ત્યાં જ આ અવધિ દરમિયાન તમારા ભાઈ-બહેનો સાથે તમારો સબંધ સારો અને સહ્દયપૂણૅ થવાની સંભાવના છે. આ ગોચર દરમિયાન તમને નવા લોકો કે કનેક્શન મળવાની પણ સંભાવના છે, જે તમને લાંબા સમયમાં સફળ થવાના કેટલાય નવા અવસરો પ્રદાન કરવાનુ છે. આ સમય તમને તમારી કારકિર્દી અને વ્યવસાયમાં નવી ઉંચાઈઓ મેળવવામાં મદદરૂપ સાબિત થવાનું છે. આ દરમિયાન મકર રાશિના શિક્ષાથી જોડાયેલા લોકોને અપાર સફળતા મળવાની સંભાવના છે.

કુંભ રાશિ: શુક્ર ગ્રહના મીન રાશિમાં ગોચર દરમિયાન તે કુંભ રાશિના બીજા ઘર એટલે ધન કે વાણી ભાવમા રહેશે. આ અવધિ દરમિયાન તમને પિતૃ સંપત્તિ કે તમારી વિરાસતમાંથી અચાનક કોઇ લાભ અને કોઈ પ્રકારનો નફો પ્રાપ્ત થઈ શકે છે જે તમને બેહદ ખુશ અને આશ્ચયૅચકિત કરશે. તમને આ સમય અવધિમાં મહિલાઓનું ખુબ સારુ સમથૅન અને સ્નેહ મળી શકે છે. એટલા માટે એ બધી મહિલાઓની ઈજ્જત અને તેનુ માન-સમ્માન કરવુ, જે તમારા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, પછી ભલે તે તમારી પત્ની હોય, તમારી માતા હોય કે તમારી કોઇ સહકર્મી હોય.

વ્યાવસાયિક રૂપથી , તમે તમારા સહયોગીઓ અને વરિષ્ઠોની સાથે સારો સમન્વય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશો,  જે તમને આ સમય દરમિયાન સમથૅન પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ સમય અવધિમાં તમને મહાન નાણાકીય લાભ અને નફો થવાની પ્રબળ સંભાવના છે. આ સમય અવધિમાં તમારુ મુખ્ય ધ્યાન ધન અને પરિવાર પર જ રહેવાનું છે. તમારા કોઈક દૂરના કે જેનાથી લાંબા સમયથી વાત ના થઇ હોય તેવા કોઈ સબંધી અને પરિવારના સદસ્યો સાથે મળવા અને સંપ બનાવવા માટે આ એક શુભ સમય છે.

મીન રાશિ: આ દરમિયાન શુક્ર તમારા પ્રથમ ઘર એટલે લગ્ન દરમા ગોચર કરશે. વ્યવસાયથી જોડાયેલા મીન રાશિના લોકો માટે આ બેહદ શુભ સમય સાબિત થશે. કારણ કે આ સમયે તમને ખુબ લાભ મળવાની સંભાવના છે. તમારી નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે અને રોકડની આવક પણ આ દરમિયાન સ્થિર રહેવાની છે. આ ગોચર દરમિયાન મીન રાશિના કેટલાક લોકોને કયાંકથી અચાનક લાભ મળવાની સંભાવના છે. તમારુ સ્વાસ્થ્ય આ અવધિ દરમિયાન  કમજોર કે નાજુક બનેલુ રહી શકે છે. એટલા માટે આ અવધિ દરમિયાન સ્વાસ્થ્ય પર ઉચિત ધ્યાન આપવું પડશે. આ ગોચર દરમિયાન તમને તમારા ભાઈ-બહેનનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. આ અવધિમાં તમે હષિૅત, ચંચળ અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, જેનાથી વિપરીત લિંગના લોકો તમારી તરફ આકષિૅત થશે જેના ચાલતા તમને કોઇ પાસેથી કંઈક નવો પ્રસ્તાવ પણ મળી શકે છે. આ સમય અવધિમાં તમે આકષૅણનું કેન્દ્ર પણ બની શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *