fbpx

જાણો વાળ ખરવા પાછળનુ આ મુખ્ય કારણ

વાળ સાથે સંકળાયેલી આ સમસ્યા ખૂબ જ વધારે છે. હાલ, વર્તમાન સમયમા આપણા ભોજનમા ભેળસેળ થવાને કારણે તે માત્ર શરીર ને જ નહી વાળને પણ અસર કરે છે. આપણા ભોજનમા જો વાળ ને પોષણ માટેના આવશ્યક પોષકતત્વો ના મળે તો વાળ ખરવા મળે છે. તેથી, લોકો આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે અનેકવિધ ઉપાયો અજમાવે છે પરંતુ, કોઈપણ ઉપાય એટલો અસરકારક નીવડતો નથી.
જો તમારા વાળ ખરતા હોય અને અકાળે સફેદ થઈ જતા હોય તો જરૂરી પોષકતત્વો ધરાવતો ભોજન લો. જો તમે પોષકતત્વોયુક્ત ભોજન નુ સેવન ના કરો તો તે માનસિક અને શારીરિક તણાવનુ કારણ પણ બની શકે છે. આ વાળ ખરવાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે દૂધ , દહી , ઘી અને ફળો નુ સેવન કરવુ જોઈએ. વાળ ખરવા પાછળ નું મુખ્ય કારણ :આપણા ભોજનમા આવશ્યક પોષકતત્વો નો અભાવ, ઉચ્ચ તણાવ, હોર્મોન્સમા થતા પરિવર્તન આ સમસ્યા ઉદ્ભવવા પાછળ નુ મુખ્ય કારણ બની શકે છે.
ઉપાય : વાળ ખરવાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે એક પ્રાકૃતિક ઉપાય છે, આ ઉપાય અજમાવવા માટે તમારે થોડી વસ્તુઓ ની જરૂર પડશે જેમકે, ડુંગળી નો રસ, એરંડા ઓઈલ, લીમડા નુ ઓઈલ વગેરે. આ ઉપાય અજમાવવા માટે તમારે સૌથી પહેલા એક પાત્રમા ડુંગળી નો રસ, લીમડા નુ ઓઈલ અને એરંડા નુ ઓઈલ મિક્સ કરી શકો છો અને ત્યારબાદ આ ત્રણેય વસ્તુને યોગ્ય રીતે મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરી શકો છો, ત્યારબાદ તમે આ મિશ્રણ ને તમારા માથા પર લગાડો.
જો તમે રાત્રે સૂતા પહેલા આ મિશ્રણ ને તમારા માથા પર લગાવો અને ત્યારબાદ સવારે શેમ્પૂથી માથુ ધોઈ લો. આ ઉપાય નિરંતર બે મહિના તેનો ઉપયોગ કરવાથી તમારા માથાની ચામડી પર નવા વાળ ઉગશે. જો તમે આ ઉપાય નો ઉપયોગ અઠવાડિયામા બે કે ત્રણ વાર અજમાવો છો. તમે તેના ફાયદા પણ ચોક્કસપણે જોશો. આ ઉપાય ફક્ત વાળ ખરવાની સમસ્યા ને જ નહિ પરંતુ, વાળ સાથે સંકળાયેલ અન્ય સમસ્યાઓ જેમકે, વાળમા ખોળો પડી જવો, વાળ દ્વીમુખા થઇ જવા એવી સમસ્યાઓ થી પણ રાહત મળે છે. માટે એકવાર આ ઉપાય ને અવશ્ય અજમાવો અને જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *