વિરાટ કોહલીની થશે કેપ્ટન તરીકે હકાલપટ્ટી, આ ખેલાડી બનશે નવો કેપ્ટન, જાણો કોણે કર્યો આ વિસ્ફોટ

News

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સિલેક્ટર કિરણ મોરેએ દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અંગે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. મોરેએ કહ્યું હતું કે લિમિટેડ ઓવરના ફોર્મેટમાં વિરાટ કોહલીના સ્થાને રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. એક ઇન્ટર્વ્યુમાં તેમણે જણાવ્યું હતું કે ઈન્ડિયન ટીમમાં વિવિધ ફોર્મેટ પ્રમાણે અલગ અલગ કેપ્ટનની પસંદગી થઇ શકે છે.

વિવિધ ક્રિકેટ એક્સપર્ટ પણ આ અંગે વાત કરી ચૂક્યા છે
તમને જણાવી દઇએ કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો વર્કલોડ ઓછો કરવા માટે અલગ-અલગ ફોર્મેટમાં કેપ્ટન બદલવાની વાત પણ ઘણા દિગ્ગજ નિષ્ણાતો કરી ચૂક્યા છે. ભારતીય ટીમના વ્યસ્ત માળખાને કારણે ટીમ અલગ-અલગ ફોર્મેટમાં કેપ્ટનનો કાર્યભાર પણ એક જ ખેલાડી પર આવે એમ નહીં થવા દે. આ અંગે હજુ વિચારણા આગળ વધી શકે છે. વધુમાં કિરણ મોરેએ જણાવ્યું હતું કે વિરાટ કોહલી એક ચોક્કસ સમયગાળા બાદ સામેથી રોહિત શર્માને કેપ્ટનશિપ આપી શકે છે.

ઈંગ્લેન્ડ ટૂરમાં કેપ્ટનશિપ અંગે વિચાર થઇ શકે છે- મોરે
મોરેએ વધુમાં જણાવ્યું હતું કે વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં રમીને ઘણી શીખ મેળવી છે, એ પણ એક સ્માર્ટ કેપ્ટન છે, પરંતુ ત્રણેય ફોર્મેટમાં સતત પ્રશંસનીય પ્રદર્શન કરવું કોઇના માટે પણ સંભવ નથી. કોહલીએ પણ આ અંગે વિચાર કરવો જોઇશે કે તેઓ વનડે અને T-20માં ક્યાં સુધી કેપ્ટન તરીકે કાર્યભાર સંભાળી શકશે. ઈંગ્લેન્ડ ટૂરમાં આ સમગ્ર મુદ્દાઓ ચર્ચા થઇ શકે છે.

ટીમ ઈન્ડિયા 2 જૂનના રોજ ઈંગ્લેન્ડ જશે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 18થી 22 જૂન સુધી ઈંગ્લેન્ડના સાઉથ હેમ્પટનમાં યોજાશે અને ત્યાર પછી ભારતની ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પણ રમવા જઇ રહી છે, જેથી તેઓ 2 જૂનના રોજ ઈંગ્લેન્ડ પહોંચી જશે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમોએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રશંસનીય પ્રદર્શન દાખવ્યું છે. જોકે ટોપ-6 ક્રમાંકના બેટ્સમેનની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડની ટીમનું પલડું થોડું ભારે જણાઇ રહ્યું છે.

રોહિત શર્મા પણ અનુભવી કેપ્ટન
રોહિત શર્મા પાસે પણ કેપ્ટનશિપનો સારોએવો અનુભવ છે. રોહિત IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન છે અને તે ચેમ્પિયનશિપ ટાઇટલ પણ જીત્યો છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે 10 વનડે અને 10 T-20 મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે. રોહિતની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 8 વનડે અને 14 T-20 મેચ જીતી છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને એશિયા કપ અને નિદાહાસ ટ્રોફી જેવી ટૂર્નામેન્ટમાં પણ ચેમ્પિયન બનાવી છે.

ચાર કેપ્ટને ભારતીય ટીમની તસવીર બદલી
આ સદીમાં ભારતીય ટીમની કાયા પલટમાં 4 કેપ્ટનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે, જેમાં સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી સામેલ છે. આના સિવાય અનિલ કુંબલે, વીરેન્દ્ર સેહવાગ અને અજિંક્ય રહાણેએ આ ટીમની કેપ્ટનશિપને સંભાળી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. વર્ષ 2001થી અત્યારસુધી ભારતે ગાંગુલીની કેપ્ટનશિપમાં 19, ધોનીની કેપ્ટનશિપમાં 27 અને વિરાટની કેપ્ટનશિપમાં 36 ટેસ્ટ મેચમાં જીત પ્રાપ્ત કરી છે. દ્રવિડે 8, કુંબલેએ 3, રહાણેએ 4 અને સેહવાગે 2 મેચમાં કેપ્ટન તરીકે ટીમને જીત અપાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *