કોરોના કાળમાં બ્લેક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસ ગુજરાતને ધમરોળશે, નોંધાયો પ્રથમ કેસ, જાણો તેના લક્ષણો વિશે

Gujarat News

કોરોના કાળમાં બ્લેક ફંગસની સાથે હવે વ્હાઈટ ફંગસનું વધ્યું છે જોખમ. અમદાવાદમાં વ્હાઈટ ફંગસનો કેસ નોંધાયો છે. સોલા સિવિલમાં દર્દીના બાયોપ્સી રિપોર્ટમાં વ્હાઈટ ફંગસ હોવાનો ખુલાસો થયો છે. બિહાર બાદમાં ગુજરાત બીજું રાજ્ય બન્યું છે. જ્યાં વ્હાઈટ ફંગસનો કેસ નોંધાયો છે. નિષ્ણાતોના મતે વ્હાઈટ ફંગસ બ્લેક ફંગસથી પણ વધુ ખતરનાક છે. વ્હાઈટ ફંગસ બ્લેક ફંગસ કરતા વધુ ઝડપથી ફેલાય છે. તેમાં બ્લેક ફંગસની જેમ ફેફસા, ચામડી અને મગજ પર અસર કરે છે.

એવુ કહેવાઈ રહ્યુ છે કે, વ્હાઈટ ફંગસ એ બ્લેક ફંગસ કરતા પણ વધારે ઘાતક છે અને ફેફસામાં સંક્રમણ ફેલાવાનુ મુખ્ય કારણ છે. સાથે સાથે આ ફંગસ માણસની ચામડી, નખ, મોઢાની અંદરના ભાગ, આંતરડા, ગુપ્તાંગ, કિડની અને દિમાગ પર પણ ખરાબ અસર પાડે છે.

શું છે વ્હાઇટ ફંગસની બીમારી?

ત્વચા રોગના નિષ્ણાતના જણાવ્યાં મુજબ સામાન્ય બીમારી છે. જે ત્વચા સંબંધિત છે. જેમા ત્વચા ઉજળા ચકમા થઇ જાય છે અને તેમાં ખંજવાળ આવે છે. વ્હાઇટ ફંગસની બીમારી નવી નથી. સ્કિનની સાથે કાનમાં પણ ફંગસ જમા થાય છે. હાલ તો આ બીમારીનું ઘાતક સ્વરૂપ સામે નથી આવ્યું, જો કે કેટલાક એક્સપર્ટ માને છે કે, સફેદ ફંગસ સ્કિનની સાથે મોં, આંતરડાને, બ્રેઇનને પણ સંક્રમિત કરી શકે છે , તબીબના મત મુજબ વ્હાઇટ ફંગસને દવાથી સંપૂર્ણ મટાડી શકાય છે. આ બીમારી અમેરિકામાં 2008માં ચામાડિયાથી હ્યુમન બોડીમાં આવી હતી.

વ્હાઇટ ફંગસ બીમારીના લક્ષણો શું છે?

વ્હાઇટ ફંગસની આ બીમારી ત્વચા સાથે સંબંધિત છે. જે કાન, સાથળની વચ્ચે અને આંગળીમાં જોવા મળી રહી છે. તેના સાંકેતિક લક્ષણો શું છે જાણીએ.

સાથળના ઉપરના ભાગમાં વચ્ચે ખંજવાળ આવવી, ચિકાસ થવી. પગની આંગળીઓની વચ્ચે સ્કિન ઇન્ફેક્શન થવું. કાનની અંદર સૂકાઇ ગયેલ પોપળી બાઝી જવી. પુરૂષના ગુપ્તાંગમાં સફેદ ચીકણો પદાર્થ જામી જવો. ત્વચા પર ચકામા પડી જવા અને ખંજવાળ આવવી

વ્હાઇટ ફંગસની બીમારી ક્યાં કારણે થાય છે?

એન્ટીબાયોટિકસ અને સ્ટીરોઇડનું વધુ સેવનના કારણે આ બીમારી થાય છે. ડાયાબિટીશના દર્દીમાં વધુ જોખમ રહે છે. કેન્સરના દર્દીઓ જે લાંબા સમયથી દવા પર હોય છે. તેવા દર્દીમાં પણ આ રોગ થવાનું જોખમ રહે છે. નવજાત શિશુમાં ડાયપર કૈડિડોસિસના રૂપે થાય છે. જેમાં ક્રિમ કલરના ધાબા દેખાય છે. તે ઓરલ થ્રસ્ટ કરે છે. મહિલાઓમાં તે લ્યુકોરિયાનું મુખ્ય કારણ છે.

બચાવ માટે શું કરશો?

ઓક્સિજનન અને વેન્ટીલેટરના તમામ ઉપકરણ સ્ટીરલ કરવા જરૂરી છે. ઓક્સિજન સિલિન્ડરમાં હ્યૂમિડિફાયરમાં સ્ટ્રેલાઇઝ વોટરનો ઉપયોગ કરવો જોઇએ. જેથી જે દર્દીના ફેફસામાં જાય તે ઓક્સિજનમુક્ત હોય. જે દર્દીઓમાં રેપિડ એન્ટીજન અને આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ હોય અને HRTCમાં કોરોનાના લક્ષણો હોય તેનો રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરાવવો જોઇએ. ફકના ફંગસ કલ્ચરની તપાસ કરાવવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *